ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝા માંથી 32 બોરી શંકાસ્પદ વરિયાળીના સેમ્પલ લેવાયા - મહેસાણા પોલીસ

મહેસાણાના ઊંઝા ખાતે વરિયાળીમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસની ટીમે આવી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિાન ફેક્ટરીમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 32 બોરી માંથી સંકાસ્પદ સેમ્પલ લીધાં છે.

ETV BHARAT
ઊંઝા માંથી 32 બોરી શંકાસ્પદ વરિયાળીના સેમ્પલ લેવાયા

By

Published : Dec 17, 2020, 4:45 PM IST

  • ઊંઝામાં વરિયાળીની પ્રોસેસ કરતી ફેક્ટરી પર પોલીસના દરોડા
  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે પોલીસે તપાસ કરતા શંકાસ્પદ વરિયાળી મળી આવી
  • 32 બોરી વરિયાળી અને કલર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો
  • ફેક્ટરીના મેનેજર વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
  • પોલીસે શંકાસ્પદ વરિયાળી મામલે FSL તપાસ સાથે સેમ્પલ પરીક્ષણ માટે મોકલી આપ્યા
  • સ્પાઇસ સિટી ઊંઝાને માથે ભેળસેળ કરનારાઓનું જોખમ
    ઊંઝા માંથી 32 બોરી શંકાસ્પદ વરિયાળીના સેમ્પલ લેવાયા

મહેસાણાઃ સ્પાઇસ સિટી તરીકે જાણીતા મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે વરિયાળી અને જીરું પ્રખ્યાત છે, પરંતુ હવે નામના મેળવતાની સાથે અહીં ક્યાંક આ જ સ્પાઇસ સિટી માથે ડુપ્લિકેશન અને ભેળસેળનો કારસો રચતા કેટલાક લોકો હવે જન આરોગ્ય સામે ખતરો ઉભો કરી રહ્યા છે, ત્યારે વધુ એક વાર ઊંઝા ખાતે મામલતદાર કચેરી પાછળ આવેલી એક ખાનગી ફેક્ટરીમાં વરિયાળી પ્રોસેસ કરી કલર ચડાવી ભેળસેળ કરાતી હોવાની બાતમી મળતા વિસનનગર DySPની ટીમ, ઊંઝા પોલીસ અને ખોરાક-ઔષધ વિભાગે ભેગા મળી સંયુક્ત રીતે દરોડા પાડતા. દરોડા દરમિયાન આ ફેક્ટરી માંથી વરિયાળીની પ્રોસેસમાં કલર ભેળસેળ કરાતો હોવાની ઘટના સામે આવી હતી.

ઊંઝા માંથી 32 બોરી શંકાસ્પદ વરિયાળીના સેમ્પલ લેવાયા

તંત્ર દ્વારા સેમ્પલ પરીક્ષણ મોકલાયા

તંત્ર દ્વારા વરિયાળીના શંકાસ્પદ જથ્થાના નમુના લઈ FSL સહિતની તપાસ કરવા પરીક્ષણ માટે મોકલી આપી સ્થળ પરથી 31 બોરી શંકાસ્પદ વરિયાળી અને કલર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details