આંગડિયા પેઢીના બે કર્મચારીઓ 5 લાખની રોકડ ભરેલી બેગ લઈ વિજાપુરથી અમદાવાદ જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં ફતેહપુરા પિલવાઈ પાટિયા નજીક અચાનક એક નંબર વગરની સ્વીફ્ટ કારમાં પાંચ ઈસમોએ પેઢીના કર્મીઓની બાઇકને રોડની સાઈડમાં દબાવી નીચે પાડી દઈ ધોકા અને પાઇપ વડે બંને આંગડિયાના માણસોને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી 5 લાખ રોકડ ભરેલી બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા.
વિજાપુરમાં આંગડિયા પેઢીના બે કર્મચારીઓને મારી 5 લાખની લૂંટ કરી લૂંટારાઓ ફરાર થયાં - GUJARATI NEWS
મહેસાણાઃ જિલ્લામાં લૂંટારુઓ ફરી એકવાર સક્રિય થયા છે, ત્યારે વધુ એક ઘટના વિજાપુરથી સામે આવી છે. જેમાં આંગડિયા પેઢીના બે કર્મચારીઓને માર મારી અને 5 લાખની રોકડ ભરેલો થેલો લઈ લૂંટારાઓ ફરાર થયા હતા.
MSN
ઘટનાની જાણ લોકોને થતાં આ ઘટનાની પોલીસને જાણ કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને પોલીસે ઘટના અંગે ફરિયાદીના નિવેદન આધારે ફરિયાદ નોંધી ઘટના સ્થળની મુલાકાત લઈ તાપસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસને આ લૂંટ મામલે લૂંટારુઓ પકડવામાં સફળતા ક્યારે મળે છે તે જોવાનુ રહ્યું.