ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગર-ઊંઝા હાઇવે પર ગટરના તૂટેલા ઢાંકણથી ગંભીર અકસ્માતનું જોખમ

મહેસાણામાં વિસનગર-ઊંઝા હાઈવે પર ગટર લાઈનના ઢાંકણ તૂટેલી હાલતમાં મળી આવતા તંત્ર પાસે તેના સમારકામની કામગીરી માટે GUDCમાં માગ કરવામાં આવી છે. અગાઉ પણ હાઈવે ઉપર આ પ્રકારની બેદરકારી બદ્દલ નગરપાલીકા દ્વારા પણ GUDCને અપીલ કરાઈ છે.

વિસનગર-ઊંઝા હાઇવે
વિસનગર-ઊંઝા હાઇવે

By

Published : Jul 26, 2021, 5:13 PM IST

  • GUDCની ગટર લાઈનના ઢાંકણ કફોડી હાલતમાં
  • 1 કિલોમીટરના હાઇવે પર 70 જેટલા ગટરના ઢાંકણ તૂટેલી હાલતામાં
  • પાલિકામાં અનેક રજૂઆતો અવગણે છે GUDC
  • ગટરના તૂટેલા ઢાંકણાથી સર્જાય છે અનેક નાના-મોટા અકસ્માત

મહેસાણા: વિકાસની દોડમાં મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલા ગટર લાઈનના ઢાંકણની હાલત કફોડી જોવા મળી રહી છે. વિસનગર શહેરથી ઊંઝા તરફ જતા રસ્તા પર 1 કિલોમીટરના અંતર પર GUDC દ્વારા નાખવામાં આવેલી ગટર લાઇન દર ચોમાસે પ્રજાજનો અને વાહન ચાલકોને પરેશાનીનો રંગ બતાવે છે. ત્યારે આ વખતે પણ આ માર્ગ પર એક કિલોમીટર અંતરમાં આવેલા 20 જેટલા ગટરના ઢાંકણાઓ પૈકી 70 ટકા ઢાંકણાઓ તૂટી જતા જોખમી હાલતમાં જોવા મળી રહ્યા છે.

વિસનગર-ઊંઝા હાઇવે

આ પણ વાંચો- તાતીથૈયાના કેપનીમાં ગરમ પાણીની પાઇપલાઇનનું ઢાંકણ ખૂલી જતાં 5 કામદારો દાઝ્યા

મોટી દુર્ઘટના બને તે પહેલા મરામત કરવાની માગ

GUDCની આ ગટર લાઈનના ઢાંકણ તૂટી જતા અહીં રોજ નાના નાના અકસ્માતો સર્જાય છે. સ્થાનિકોની વિસનગર પાલિકામાં અનેક રજુઆત છતાં આ સમસ્યાને GUDC દ્વારા નજર અંદાજ કરવામાં આવતી હોય તેમ આજ દીન સુધી કોઈ નક્કર પગલાં લઈ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. હાલમાં તૂટેલા ગટરના ઢાંકણને કારણે વરસાદના ભરાયેલા પાણી અને રાત્રીના અંધકારમાં મોટી દુર્ઘટના બને તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા આ ગરર લાઈનના ઢાંકણ નવા નાખી કે મરામત કરી રસ્તા પરનો ભય દૂર કરાય તેવી માગ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details