- બહુચરાજીમાં રિક્ષાનું અચાનક જ ટાયર ફાટ્યું
- રિક્ષા પલટી જતા ત્રણ લોકો થયા ઈજાગ્રસ્ત
- શુક્રવારે અકસ્માતની આ ત્રીજી ઘટના સામે આવી
બહુચરાજીમાં રિક્ષાનું અચાનક જ ટાયર ફાટ્યું
મહેસાણાઃ મહેસાણાના બહુચરાજીમાં આજે અકસ્માતની સતત ત્રીજી ઘટના સામે આવી છે. આ વખતે રિક્ષાનું ટાયર ફાટી જતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, આ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃવિજાપુરના સંઘપુરમાં JCB નીચે આવી જતા પિતા-પુત્રનું મોત
રિક્ષામાં સવાર પ્રવાસીઓ થયા ઈજાગ્રસ્ત
આ અંગે મળતી માહિતી અનુસાર, બેચરાજી તાલુકામાં આવેલા સપાવાડા ગામ પાસે ચંદ્રોડા ગામની એક રિક્ષા પસાર થઈ રહી હતી. રિક્ષામાં પ્રવાસીઓ પણ હતા. સપાવાડા ગામ પાસે રિક્ષા પહોંચતા રિક્ષાનું આગળનું ટાયર ફાટી ગયું હતું, જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતા આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચોઃગીર સોમનાથના કોડીનાર-મૂળદ્વારકા રોડ પર છકડો રીક્ષા પલટતાં એક મહિલાનું મોત નીપજ્યું