- 18થી 45ના વયજૂથના લોકો માટે 6,000 ડોઝની ફાળવણી કરાઇ
- મહેસાણા જિલ્લામાં એક સેન્ટર પર આપવામાં આવે છે 200 ડોઝ
- જિલ્લામાં સોમવારના રોજ કુલ 35 સેન્ટર્સ પર વેક્સિનેશન કામગીરી કરાઇ
મહેસાણા :જિલ્લમાં સોમવારના રોજ રસીકરણની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી સમયે લોકોમાં જાગૃતિ આવતા લોકો કોરોના રસી લેવા માટે આગળ આવી રહ્યા છે. આવા સમયે તૌકતે વાવાઝોડાને કારણે સરકારની સૂચનાથી 3 દિવસ માટે કોરોના રસીકરણની કામગીરી બંધ રાખવામાં આવી હતી. જે સોમવારના રોજથી રાબેતા મુજબ શરુ કરવામાં આવી છે. સોમવારના રોજ 18થી 45ની વયજૂથના લોકો માટે 6,000 ડોઝ ફાળવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:રાજ્ય સરકારે 18થી 44 વર્ષના લોકો માટે વેક્સિનના 16 લાખ ડોઝ ખરીદ્યા
18થી 45 વર્ષની વયના લોકો માટે કુલ 6,000 ડોઝ ફાળવાયા
મહેસાણા જિલ્લામાં વાવાઝોડા બાદ કોરોના રસીકરણની કામગીરી પુનઃ શરૂ થતાં 18થી 45 વર્ષની વયજૂથના લોકોને 30 સ્થળો પર કોઈ એકની પસંદગી કરી ઓનલાઈન મંજૂરી બાદ કોરોના રસી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોમવારના રોજ એક સેન્ટર પર 200 ડોઝ પ્રમાણે જિલ્લામાં 18થી 45 વર્ષની વયના લોકો માટે કુલ 6,000 ડોઝની ફાળવણી કરવામાં આવી છે.