ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ 2030માં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ - ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન

ઊંઝા ઉમિયા માતાજીના સંસ્થાન દ્વારા વર્ષ 2030 માં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જેમાં ઉત્તર-મધ્ય ઝોનમા 10 જિલ્લાના સંગઠનોની બેઠક મળી હતી.

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ 2030માં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ 2030માં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ

By

Published : Jan 5, 2021, 10:25 AM IST

  • ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ 2030માં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ
  • ઉત્તર અને મધ્ય ગુજરાતની પ્રથમ બેઠકમાં 410 મંદિરો બનાવવાની જાહેરાત
  • ઊંઝા મંદિરમાં ઉત્તર-મધ્ય ઝોનના 10 જિલ્લાના સંગઠનોની બેઠક મળી હતી

મહેસાણાઃ ઉત્તર અને મધ્ય ગુજરાતની પ્રથમ બેઠકમાં અડધો કલાકમાં જ 410 મંદિર બનાવવાની જાહેરાત થઇ હતી. આ બેઠકમાં 10 જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યાં હતા. સાબરકાંઠામાં પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે મા ઉમિયાનો ફોટો મંદિર બનાવવાની વાત બાદ ગણતરીની મિનિટોમાં બધી જાહેરાત કરવામાં આવી હતી.

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ 2030માં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ

2030 સુધીમાં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા લક્ષચંડી મહાયજ્ઞ સમયે નવી પેઢીમાં ઉમિયા માતાજી પ્રત્યે શ્રદ્ધા ભક્તિમાં વધારો થાય તે માટે દરેક પાટીદાર ગામોમાંમા ઉમિયાજીનું મંદિર બને તે માટે વિઝન 2030 અંતર્ગત ઉમિયા માતાજીના 1001 મંદિર નિર્માણનો સંકલ્પ કરાયો છે. જેના ભાગરૂપે રવિવારે સંસ્થાના પ્રમુખ મણિભાઈના અધ્યક્ષ સ્થાને ઊંઝા મંદિરમાં ઉત્તર અને મધ્ય ઝોનના 10 જિલ્લાના સંગઠનોની સૌપ્રથમ બેઠક મળી હતી. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામોમાં ઉમિયા માતાના ફોટો મંદિર બનાવવાની જાહેરાત થઈ હતી અને તેના અડધા કલાકમાં 410 ફોટો મંદિર અને શિખર મંદિરો બનાવવાની જાહેરાત કરાઈ હતી. જેને હાજર સૌએ મા ઉમિયાના જય-જયકાર સાથે વધાવી લીધી હતી. ઉમિયા માતાજી મંદિરના નિર્માણના સંકલ્પને પરિપૂર્ણ કરવા તેમજ સિંગર સાગર પટેલ દ્વારા સમગ્ર ઉમિયા મંદિર પરિક્રમા યોજનાને મૂર્તિમંત કરવાના ભાગરૂપે રવિવારે ઉમેશ્વર હોલમાં મળેલી બેઠકના પ્રારંભે સહ પ્રધાન વસંતભાઈ કેપ્ટને સ્વાગત પ્રવચન અને પ્રધાન દિલીપભાઇ નેતાજીએ બેઠકનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. સંગઠન ચેરમેન પ્રવીણભાઇ પટેલે સંગઠન મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના 10 જિલ્લાના તમામ સંગઠન હોદ્દેદારો હાજર રહ્યા હતા. અંતમાં રાજભોગ કમિટીના ચેરમેન ગોવિંદભાઈ પટેલે આભારવિધિ કરી હતી.

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ 2030માં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ

ઉમિયા માતાજી સંસ્થાન પણ આપશે યોગદાન

સંસ્થાન તરફથી મંદિર માટે રૂપિયા 25000 આપવામાં આવશે. સંસ્થાના માનદ પ્રધાન દિલીપભાઈ નેતાએ જણાવ્યું હતું કે, શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર બનાવનારા દરેક ગામ કે શહેરમાં માતાજીનો મોટો ફોટો તેમજ રૂપિયા 25,000 આર્થિક સહયોગ સંસ્થાન તરફથી આપવામાં આવશે. 11 સભ્યોની કમિટી બનાવી ફોટો મંદિરની પૂજા સહિતની જાળવણી કરવામાં આવશે.

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ 2030માં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વર્ષ 2030માં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ

ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવશે

મંદિર નિર્માણમાં તમામ જ્ઞાતિનો સહયોગ લેવામાં આવશે. સંસ્થાનના પ્રમુખ મણિભાઈએ જણાવ્યું કે, માતાજી પ્રત્યે શ્રદ્ધા ભક્તિમાં વધારો થાય તેમજ મા ઉમિયાના માધ્યમથી સમાજ સંગઠિત બની સામાજિક-આર્થિક શૈક્ષણિક વિકાસ વધુ વેગવાન બને તેવી આ ઐતિહાસિક પહેલ છે. જેમાં મંદિર નિર્માણમાં પાટીદાર સહિતના મા ઉમિયા પ્રત્યે શ્રદ્ધા ધરાવતાં તમામ જ્ઞાતિ અને સમાજનો સહયોગ લઇને 2030 સુધીમાં માના 1001 ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details