- મહેસાણા વોર્ડ નંબર 2માં ઈટીવી ભારતની વોર્ડ ચોપાલ
- ગટર, પાણી, વીજળી, રસ્તા અને સ્વચ્છતા મુદ્દે નાગરિકો નારાજ
- મહેસાણા નગરપાલિકામાં કુલ 11 વોર્ડ આવેલા છે
મહેસાણા: મહેસાણાનો વૉર્ડ નં. 2 કે જ્યાં સરકારી પોલીસ ક્વાર્ટર્સસ, અનેક ધાર્મિક સંસ્થાઓ સહિત લોકોના મકાનો-દુકાનો જેવી મિલકતો આવેલી છે, તેવા આ વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેવી કે ગટર, રોડ રસ્તા, સ્ટ્રીટલાઇટ જેવી સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આવેલા આ વોર્ડ નંબર 2માં રોડ રસ્તાના અધૂરા કામ તો ક્યાંક ગટર અને પાણીની સમસ્યાઓ અહીંના રહેવાસીઓની મુશ્કેલીઓનું મુખ્ય કારણ છે.