- મહેસાણામાં પરવાનગી વગર રેલી કાઢવાનો મામલો
- પાટીદાર નેતા રેશ્મા પટેલ કોર્ટમાં રહ્યાં હાજર
- વર્ષ 2017માં સોમનાથ ચોકમાં કરી હતી રેલી
- પોલીસ મંજૂરી વગર રેલીનું કરાયું હતું આયોજન
- ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારને પણ હાજર રહેવાનો હતો આદેશ
- કોર્ટમાં બંને નેતા હાજર ન રહેતા કોર્ટે ફરી હાજર રહેવાનો કર્યો આદેશ
- 5 એપ્રિલે સુનાવણી દરમિયાન બંને નેતાઓએ પણ હાજર રહેવું પડશે
આ પણ વાંચોઃમાણાવદર પાલિકા દ્વારા કરવામાં આવેલો વેરો વધારો 2 દિવસમાં પાછો નહીં ખેંચાય તો આંદોલન: રેશ્મા પટેલ
મહેસાણાઃ મહેસાણામાં પાટીદાર આંદોલન બાદ અનેક એવા જ્ઞાતિ, જાતિ અને સંગઠનોએ સામાજિક કે રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે આંદોલન અને રેલીઓ દોર શરૂ કર્યો હતો. મહેસાણામાં વર્ષ 2017માં સોમનાથ ચોક પર પાટીદાર નેતા રેશ્મા પટેલે, અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારે અહીં એક રેલી સંબોધી હતી. આ રેલી મંજૂરી વિના યોજવામાં આવી હતી. એટલે પોલીસે કાયદાનો ભંગ કરવા બદલ 3 યુવા નેતા સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં પોણા ચાર વર્ષે મહેસાણા કોર્ટમાં ચાર્જફ્રેમ કરવાની થતી હોવાથી કોર્ટે તમામ આરોપીઓને હાજર રહેવા હુકમ કર્યો હતો. જોકે, રેશ્મા પટેલ કોર્ટમાં હાજર રહી હતી. જ્યારે જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર કોર્ટમાં હાજર રહ્યા નહતા. કોર્ટે 5 એપ્રિલે તમામ આરોપીઓને હાજર રહેવા જણાવ્યું છે.