તાલુકાના ખોડામલી ગામના સીમાડામાં દીપડો આવ્યો હોવાની વાત સામે આવતા ગામલોકોએ શોધો શરૂ કરી હતી. માહિતી મળી હતી કે, દીપડો વનસ્પતિઓની ઝાડીઓમાં ફસાઈ ગયો છે. જેની જાણ વન વિભાગને કરવામાં આવતા સતલાસણા પોલીસ અને વનવિભાગના અધિકારીઓ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી દીપડાને સલામત રીતે પકડી પાડવા પ્રયાસ કર્યો હતો.
સતલાસણામાં ઝાડીઓમાં ફસાયેલા દીપડાનું કરાયું રેસ્ક્યૂ
મહેસાણા: જિલ્લાના સતલાસણા તાલુકામાં મોટાભાગે વન્ય વિસ્તાર જોવા મળે છે. જ્યાં જંગલી પ્રાણીઓ હોવાનો દાવો પહેલેથી જ કરાયેલો છે, પરંતુ વન્ય પ્રાણીઓ ગામડાઓની નજીક આવી જવાની ઘટના વધુ એક વાર સામે આવી છે.
સતલાસણામાં જાળીમાં ફસાયેલ દીપડાનું કર્યુ રેસ્ક્યુ
જો કે, સભાન અવસ્થામાં દીપડાને પકડવો મુશ્કેલ હોય વન વિભાગે પાલનપુર ખાતેથી ટીનક્વિલાઈઝર કરવા ઇન્જેક્શન મંગાવી દીપડાને ટીનક્વિલાઈઝ કરી બેભાન કરતા પાંજરે પૂર્યો હતો. જેને વન વિભાગ દ્વારા જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે દિપડો પાંજરે પૂરતા ગામલોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.