- કોંગ્રેસના 20 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામાં પાઠવ્યાં
- વિસનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીનામું તૈયાર કરાયું
- ટિકિટ ફાળવણીમાં ગેરરીતિ
- ટિકિટ ઇચ્છુકો પાસેથી પૈસાની માંગણીના આક્ષેપ
- તાલુકા કોંગ્રેસ સમિતિ વિસનગર દ્વારા કોંગ્રેસને અલવિદા
મહેસાણાઃ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા અંતિમઘડી સુધી મેન્ડેડ જાહેર ન કરવામાં આવતા ઉમેદવારી ઈચ્છુક લોકો અવઢવમાં મુકાયા હતા. જોકે ટિકિટ મળવાની રાહ જોતા લોકો સાથે કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા કાર્યકરોના ફોન ન ઉપાડી સંપર્ક વિહોણા બની જઈ ઉમેદવારી ઇચ્છતા લોકોને મળતીયા દ્વારા ટેલિફિનિક સંપર્ક કરાવી ટિકિટ આપવાનો કારસો રચાયો હોવાની બાબત વિસનગર તાલુકા કોંગ્રેસ સમિતિમાંથી સામે આવી છે.
વિસનગરમાં કોંગ્રેસની ટિકિટ લેવા પૈસાની લેતી દેતી મામલે ઓડિયો ક્લિપ વાઇરલ
વિસનગર તાલુકામાં પાટીદાર આંદોલન સમયે કોંગ્રેસને મોટો ફાયદો થયો હતો. જોકે આ વખતે કોંગ્રેસે પોતાના કાર્યકરો હોદ્દેદારોની અવગણના કરી હોય તેમ મહેસાણા જિલ્લાના કોંગી નેતાઓએ પોતાની રીતે મેન્ડેડનો વેપાર કર્યો હોવાની બાબત ઓડિયો ક્લિપમાં થયેલી ટિકિટ માટેની લેતી દેતીની વાત આધારે વહેતી થઈ છે, ત્યારે સમગ્ર મામલે વિસનગર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ રાજીનામાં આપતા પોતાના 200થી વધારે સમર્થકો કોંગ્રેસને વિદાય કરે છે. તેવું નિવેદન અપાયું છે.