ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞના આયોજનમાં 4 વિશ્વ રેકોર્ડ સર્જાયા - record of umiya laxchandi mahayagna mahotsav

મહેસાણા: ઊંઝા ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞમાં પંચદિવસિય મહોત્સવના આયોજન દરમિયાન પ્રથમ દિવસની શરૂઆતમાં જ 4 વિશ્વ રેકોર્ડ નોંધાયા છે. ત્યારે ઉમિયા માતાજીના સાંનિધ્યમાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞને લઇ નગરજનો સહિત ભક્તોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞના આયોજનમાં આજે 4 વિશ્વ રેકોર્ડ સર્જાયા
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞના આયોજનમાં આજે 4 વિશ્વ રેકોર્ડ સર્જાયા

By

Published : Dec 17, 2019, 10:25 PM IST

Updated : Dec 18, 2019, 9:35 AM IST

ઊંઝા ઉમિયા માતાજી મંદિર લક્ષચંડી મહાયજ્ઞ 2019માં 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી પાંચ દિવસ સુધી ધાર્મિક, સામજિક, વ્યવસાયિક, વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિતના ક્ષેત્રના અનોખા સમન્વય સાથે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે પ્રથમ દિવસ સુધી 16,80,000 લાડવાનો પ્રસાદ તૈયાર કરાયો છે જેનો નિરીક્ષક દ્વારા નિરીક્ષણકારી વીડિયોગ્રાફી સાથે કરવામાં આવ્યું છે.

લાડુના પ્રસાદનો વિશ્વ રેકોર્ડ હવે એશિયા બુક રેકોર્ડમાં બ્રેક થયો છે. તો 8890 લોકોએ એકસાથે ઉમિયા માતાજીનો જયઘોષ થયો છે જેનો પણ રેકોર્ડ નોંધાયો છે, 200000 લાખ લોકોએ એક સાથે વેજીટેબલ ભોજન પ્રસાદ લીધો છે સાથે જ વાતાવરણમાં ઉપયોગી બીજ સાથે 15000 ફુગ્ગા હવામાં ઉડાડવામાં આવ્યા છે.

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞના આયોજનમાં આજે 4 વિશ્વ રેકોર્ડ સર્જાયા

રેકોર્ડ....
1. લાડવા નંગ 16,80,000
2. 8890 લોકોએ માં નો જયઘોષ કર્યો
3. 2,00,000 યાત્રાળુએ વેજ ભોજન સાથે લીધુ
૪. 15000 હવાના ફુગ્ગા બીજ સાથે ઉડાડવામાં આવ્યા

Last Updated : Dec 18, 2019, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details