ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં યુવતી સાથે દુષ્કર્મ, યુવકે ફોટા વાઈરલ કરવાની આપી હતી ધમકી - Mehsana local news

મહેસાણામાં દુષ્કર્મની ઘટના બની છે. કોલેજમાં સાથે અભ્યાસ કરતા યુવકે યુવતીને પોતાના વિશ્વાસમાં લઈ અંગત ફોટા પાડ્યા હતા. આ ફોટાઓ વાઈરલ કરવાની ધમકી આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ છે. યુવકની બહેન અને યુવક વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. યુવકની બહેન પણ યુવતીને ધમકી આપતી હતી.

મહેસાણામાં યુવતી સાથે દુષ્કર્મ
મહેસાણામાં યુવતી સાથે દુષ્કર્મ

By

Published : Jun 2, 2021, 8:04 AM IST

  • મહેસાણામાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના આવી સામે
  • ખેરાલુના યુવકે યુવતીને વિશ્વાસમાં લાવી દુષ્કર્મા આચર્યુ
  • યુવતી સાથેના ફોટા સગાઈ કરેલા યુવકને મોકલ્યા અંગત ફોટા

મહેસાણાઃ જિલ્લાના વડનગર પંથકની એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. યુવતીને તેના કોલેજ કાળ દરમિયાન ખેરાલુના એક ગામના દલિત યુવક સાથે મિત્રતા થઈ હતી. યુવકે યુવતીને પોતાના વિશ્વાસમાં લઈને બંન્નેના અંગત ફોટા પડાવી લીધા હતા. જોકે ત્યાર બાદ યુવતીની સગાઈ થઈ જતા મલારપુર ગામના યુવક પ્રતીક પરમારે યુવતીના ફોટા તેની સાથે સગાઈ કરનારા યુવકને મોકલી સગાઈ તોડાવી નાખી હતી.

આ પણ વાંચોઃરાજકોટમાં બે પુત્રી પર સાવકા પિતાએ ત્રણ વર્ષમાં અનેક વખત ગુજાર્યુ દુષ્કર્મ

યુવકે યુવતીના પિતાને એટ્રોસીટીમાં ફસાવવાની આપી ધમકી

આ સમગ્ર ઘટના બાદ પણ પ્રતીક પરમારે યુવતીને તે અંગત ફોટા સમાજમાં વાઇરલ કરી બદનામ કરવાની અને યુવતીના પિતાને એટ્રોસીટીમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. યુવકે વડનગરના કોઈ સ્થળે લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ આરોપી પ્રતિકની બહેને પણ યુવતીને ધમકીઓ આપતી હતી. પ્રતીક અને તેમની બહેન વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચોઃવડોદરામાં લગ્નના વરઘોડા દરમિયાન સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, એક આરોપીની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details