મહેસાણા: વિજાપુર તાલુકાના રણાસણ ગામે પ્રાથમિક શાળાની બાજુમાં સાચાવાળા વાસના નાકે શ્રી રંગ ફેકટરીમાં માવા માસલાનું ઉત્પાદન અને વહેંચાણ ચાલતું હોવાની બાતમી મળતા વિજાપુર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ પોતાની ટીમ સાથે શ્રી રંગ ફેકટરી ખાતે પહોંચી રેડ કરી હતી.
વિજાપુરના રણાસણ ગામે એક લાખનો માવા મસાલાનો જથ્થો સિલ કરાયો - શ્રી રંગ ફેકટરી
વિજાપુરના રણાસણ ગામે લોકડાઉન દરમિયાન પ્રતિબંધિત એવા માવા મસાલાની સામગ્રીનો જથ્થો સિલ કરાયો હતો. વિજાપુર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ પોતાની ટીમ સાથે શ્રી રંગ ફેકટરી ખાતે પહોંચી રેડ કરી હતી.
માવા મસાલા
આ રેડ દરમિયાન ફેક્ટરીમાંથી 20 બોરી આખી સોપારી, 100 કિલો કટિંગ કરેલી સોપારી, 45 તમાકુના બોક્ષ, 200 પેકેટ સોપારી અને 50 પેકેટ સોપારી ભરેલો થેલો મળી આવ્યો હતો. જેથી ફેકટરી મલિક વિષ્ણુભાઈ ભાઈચંદભાઈ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
હાલમાં ફેક્ટરીને સિલ કરી દેવામાં આવી છે. એક લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સિઝ કરી દેવામાં આવ્યો છે. જેથી આ માવાની સામગ્રીનો ઉપયોગ કે વેચાણ થઈ શકે નહિ.