શિક્ષણ નગરી તરીકે જાણીતા વિસનગરમાં CAA અને NRCના સમર્થનમાં અનેક રેલી બાદ વિદ્યાર્થીઓના સહયોગથી સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા વધુ એક પ્રયાસ સમર્થન માટે કરાયો હતો જેમાં ચેરમેન પ્રકાશ પટેલ સાથે વડાપ્રધાન મોદીનાભાઈ સોમાભાઈ અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ સહિત શહેરના હિન્દુ મુસ્લીમ સહિતના સમાજીક આગેવાનો જોડાયા હતા.
વિસનગરમાં 51 મીટરના ત્રિરંગા સાથે CAA અને NRC સમર્થનમાં રેલી, 10 હજાર પોસ્ટકાર્ડ લખી નાગરિકોએ આપ્યું સમર્થન
મહેસાણાઃ જિલ્લાના વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સીટી દ્વારા મંગળવારે CAA અને NRCના સમર્થનમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સીટી સંલગ્ન વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત શહેરના નાગરિકો જોડાયા હતા. ભારતમાં આવેલા સરણાર્થીઓને ભારતીય નાગરીત્વ મળે અને ઘૂસણખોરોથી રાષ્ટ્રને મુક્તિ મળે તેવા નારા અને બેનરો સાથે જન જન દ્વારા રેલીમાં જોડાઈ વિસનગર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
51 મીટરના ત્રિરંગા સાથે CAA અને NRC સમર્થનમાં રેલી
રેલીમાં CAA અને NRCના સમર્થનના બેનરો અને નારા સાથે 51 મીટર લાંબા ત્રિરંગાએ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે વિદ્યાર્થીઓનો જોશીલું સમર્થન રજૂ કર્યું હતું. આમ વિસનગરથી 10 હજાર પોસ્ટકાર્ડમાં NRC અને CAAના સમર્થનમાં એક એક નાગરિકે પોતાના નામ અડ્રેસ લખી સમર્થનો સંદેશો વડાપ્રધાનને મોકલી આપાયો છે જે કદાચ વિસનગરથી સમર્થનો એક પહેલો અને અનોખો પ્રયાસ કહી શકાય.