મહેસાણા: જિલ્લામાં વરસાદી સિસ્ટમ હવે સક્રિય બની છે, ત્યાં જિલમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વિસનગર તાલુકામાં વરસેલા સામન્ય વરસાદમાં જ કાંસા એન.એ. વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલ વિનયનગર પુષ્પકુંજ, બાલાજીનગર અને શિવમ, વિજયનગર સહિતની 9 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
વિસનગરના કાંસા એન.એ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, રજૂઆતો છતાં કોઈ નિકાલ નહીં! - visnagar rain
વિસનગરમાં ભારે વરસાદથી કાંસા એન.એ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં અનેક રજૂઆતો છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી. જો કે, વહેલી તકે પાણીના ભરાવાનો નિકાલ કરવામાં આવે તો આ વિસ્તારના રહીશોને દુર્ગંધ અને દૂષિત પાણીના ભરાવાથી મુક્તિ મળી શકે છે.
આ વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસતા જ પાણી રહીશોના ઘર આંગણે ઘુસી જાય છે. તેમજ નજીકથી પસાર થતા માર્ગની ગટરોના દૂષિત પાણી પણ રિવસર થઈ આ સોસાયટીઓમાં ઘૂસી આવે છે. આમ દૂષિત પાણી પણ વરસાદી પાણીમાં ભળી ભરાવો થતા દુર્ગંધ અને રોગચાળાનો ખતરો આ વિસ્તારમાં વધી રહ્યો છે, ત્યારે રહીશો દ્વારા સ્થાનિક આગેવાનોને રજુઆત કરી તંત્રને જાણ કરવામાં આવી છતાં વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. જેને પગલે હાલમાં આ વિસ્તારના લોકો ઘરમાં જ ભરાઈ રહેવા મજબૂર બન્યા છે.
જો કે, વહેલી તકે પાણીના ભરાવાનો નિકાલ કરવામાં આવે તો આ વિસ્તારના રહીશોને દુર્ગંધ અને દૂષિત પાણીના ભરાવાથી મુક્તિ મળી શકે છે.