મહેસાણા: મહેસાણા જિલ્લામાં ગુરુવારે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ બપોરે 2થી 5 દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે મહેસાણા શહેર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક 3 કલાકમાં 6.73 ઇંચ વરસાદ - Mehsana city roads flooded with water
ગુજરાતમાં ચોમાસાની ઋતુના આગમન સાથે શરૂઆતમાં થોડો વરસાદ અને ત્યારબાદ સતત બફારા અને ગરમીનો અનુભવ થઇ રહ્યો હતો. પરંતુ ગુરુવારે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા મહેસાણા જિલ્લા અને આસપાસના ગામડાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તેમજ મહેસાણા શહેર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
મહેસાણા જિલ્લામાં ગુરુવારે 3 કલાકમાં 6.73 ઇંચ સાર્વત્રિક વરસાદ
સતત 3 કલાક વરસેલા 6.73 ઇંચ જેટલા વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી કરેલા પાકને જીવનદાન મળવાની આશા બંધાઈ હતી. ઊંઝામાં 2 ઇંચ, ખેરાલુમાં 20 mm, જોટાણામાં 11 mm, બેચરાજીમાં 2 mm, મહેસાણામાં 1.45 ઈંચ, વડનગરમાં 15 mm, વિજાપુરમાં 9 mm, વિસનગરમાં 1 ઈંચ, સતલાસણામાં 3 mm મળી સમગ્ર મહેસાણા જિલ્લામાં કુલ 6.73 ઈંચ વરસાદ નોંધાયો છે.