ભારે ઉકળાટ બાદ હવે મૌસમ બદલાઈ રહી છે. ઠેર ઠેર ધીમીધારે વરસાદથી ચોમાસાની ઋતુનું આગમન થઈ ચુકયું છે. મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. જેથી લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. અવકાશમાં વહેલી સવારે સર્જાયેલા મેઘધનુષે પણ ચોમાસાને વધુ આહ્લાદક બનાવ્યો હતો.
મહેસાણામાં મેઘમહેર, લોકોએ ગરમીથી રાહત અનુભવી
મહેસાણાઃ સમગ્ર રાજ્ય સહિત મહેસાણા જિલ્લામાં પણ મેઘ મહેર થઈ રહી છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આકાશમાં સ્પ્તરંગી મેઘધનુષ 20 મીનિટ દેખાતા લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.
મહેસાણામાં મેઘમહેર, લોકોએ અનુભવી ગરમીથી રાહત
20 મિનિટ સુધી અવકાશમાં સપ્તરંગી મેઘધનુષના અર્ધ સર્કલની કુદરતની મનમોહક રચનાને જોવા લોકો આકર્ષિત બન્યા હતા. મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો ઘેરા કાળાડીબાંગ વાદળ થી અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો. બીજી તરફ રસ્તા ઉપર પાણીનો ભરાવો થતાં રાહદારીઓ અને વાહનચાલકો હેરાન થયા હતાં. વરસાદ જામતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.