- કડીમાં N-95 માસ્ક બનાવતી ફેકટરીમાં તોલમાપ વિભાગે કરી રેડ
- સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત રિજીયનના નાયબ તોલમાપ અધિકારીએ કરી રેડ
- ફેકટરીમાંથી નિર્દેશનો વગરના N-95 માસ્ક મળી આવતા 2 લાખનો દંડ વસુલવામાં આવ્યો
મહેસાણા : તોલમાપ વિભાગ દ્વારા મહેસાણાના કડીમાં N-95 માસ્ક બનાવતી વિશાલ સિન્થેટિક્સ નામની ફેક્ટરી પર આકસ્મિક રેડ કરવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા તૈયાર પેકિંગ કરાયેલા માસ્ક પર કિંમત કે પેકિંગ ડેટ સહિતના જરૂરી નિયમોનુસારના નિર્દેશનો ન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી ગ્રહોકોને પૂરતી માહિતી પ્રાપ્ત ન થઈ શકે અને ક્યાંક કોઈ ગ્રાહક આ પ્રકારની ચીજ વસ્તુ ખરીદતા છેતરાઈ પણ શકે છે. જે માટે તોલમાપ અધિકારી દ્વારા આ યુનિટમાં હાજર સ્ટોક સહિતની બાબત રેકોર્ડ પર લઈ જવાબદાર ફેક્ટરી સંચાલક સામે કાર્યવાહી કરતા દંડ વસુલ કરવામાં આવ્યો હતો.