મહેસાણામાં પોલીસ પર હુમલો કરનાર ઓઇલ ચોર 1 વર્ષ બાદ ઝડપાયો - police'
મહેસાણા: શહેરમાં આવેલા સાંથલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલી ઓઇલની ચોરી પ્રકરણમાં સંડોવાયેલ આરોપી જીતેન્દ્રસિંહ ઝાલા નામનો ઓઇલ ચોર તેના વતન મગુના ગામેથી 1 વર્ષ બાદ પોલીસના સકંજામાં આવ્યો હતો.
આરોપી
મહેસાણાના સાંથલ પોલીસને 1 વર્ષ અગાઉ ઓઇલ ચોરીની ઘટનામાં ફરાર થયેલો આરોપી જીતેન્દ્રસિંહ ઝાલા મગુના ગામે આવ્યો હોવાની બાતમી મળતાં PSI પોતાની ટીમ સાથે મગુના ગામે પહોંચી આરોપીને દબોચી ધરપકડ કરી હતી. આ ઓઇલ ચોર દ્વારા પોલીસ પર પણ હુમલો કરવા સહિતના ગુના નોંધાયા હોય પોલોસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.