મહેસાણામાં 'બેટી બચાવો,બેટી પઢાવો' યોજનાના ફોર્મ મામલે છેતરપિંડી.! - Fraud
મહેસાણા: જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા ગામડાની ભોળી પ્રજાને ભોળવી 'બેટી બચાવો,બેટી પઢાવો' સરકારી યોજનાના હિન્દી ભાષામાં છાપેલા ફોર્મ ભરાવાવમાં આવી રહ્યા છે. જ્યાં ફોર્મમાં સરપંચનની મોહર(સિક્કા) લગાડવા પડાપડી થઈ હતી. આંબલિયાસણ ગામના તલાટીને અજુગતું જણાતાં ગ્રામજનોને સમજાવ્યા હતા અને છેતરપિંડીની ઘટના હોવાનું કહ્યું હતુ.
'બેટી બચાવો,બેટી પઢાવો' ફોર્મ અંતર્ગત છેતરપિંડી
જો કે ઉલ્લેખનીય છે કે, લોકો સરકારી યોજનાનો કોઈ લાભ મળવાની લાહ્યમાં માનવા પણ તૈયાર ન હતા. આ યોજનાના ફોર્મ માટે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ ખુલાસો કરતા આ પ્રકારે કોઈ યોજના ન હોવાનું અને આ ફોર્મ ખોટા હોવાનું જણાવ્યું હતું. જો કેસ, હિન્દી ભાષામાં અપાતા આ ફોર્મમાં બેંકની અને મોબાઈલ નંબર સહિત ગામ લોકોની અંગત માહિતી માંગવામાં આવી છે. જે ક્યાંય ગ્રામજનોનો બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવાનું કાવતરું પણ હોવાની આશંકાઓ તેજ બની છે.