ગુજરાત

gujarat

ETV Bharat / state

સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મોત, સારવારમાં બેદરકારી દાખવી હોવાનો તબીબ પર આક્ષેપ - Death

મહેસાણાઃ  જિલ્લાની સિવિલ હોસ્પિટલની છબી ખરડાઈ તેવી એક ઘટના સામે આવી છે. કડીના નંદાસણ ગામના એક વ્યક્તિને દવા પી જતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન તેનુ મોત થતા સારવામાં બેદરકારી દાખવી હોવાના તબીબ પર આરોપ લાગ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં દર્દીનું મોત

By

Published : Apr 25, 2019, 1:01 PM IST

કડીના નંદાસણ ગામના એક જાન મહમદ હુસેનભાઈ સિંહે નામના વ્યક્તિએ ઝેરી દવા પી જતા તમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે એક ઇન્જેક્શન આપી નોકરીનો સમય પૂરો થતાં અન્ય મહિલા તબીબ જયશ્રીબેનને ચાર્જ સોંપી તેઓ નીકળી ગયા હતા. જોકે દર્દીને પેટમાં ગંભીર પીડા થતી હોવાથી પરિવારજનો અન્ય હોસ્પિટલ લઈ જવા પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ ડો.જયશ્રીબેન પટેલે આ દર્દી નોર્મલ છે તેવું કહ્યું હતું. જેના થોડા સમય બાદ જ દર્દી મોત થયું હતુ.

ઘટના બાદ મૃતકના પરિવારજનોએ મહિલા તબીબ સહિત સિવિલના બે તબીબોની બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ કરતા હોબાળો મચાવ્યો હતો. જેને પગલે સિવિલ સર્જન અને RMO ઇમરજન્સી વિભાગમાં દોડી આવી મામલો શાંત પાડવા પ્રયાસ કરી ઘટના અંગે તપાસ કરવાની ખાતરી આપી હતી. તે જ સમયે જેના પર બેદરકારીનો આક્ષેપ છે તેવા મહિલા તબીબ જયશ્રીબેને રાજીનામુ આપી દીધુ. મહત્વનું છે કે મહેસાણા સિવિલના કેટલાક તબીબો એટલી હદે બેદરકારી દાખવે છે કે અહીં આવતા ગરીબ મધ્યમવર્ગી દર્દીઓ ક્યાંક ઓપરેશન સમયે શરીરમાં સિઝર(કાતર) રહી જવી તો ક્યાયક યોગ્ય સારવાર ન આપતા મોત થવું જેવી ઘટનાનો ભોગ બને છે. ત્યારે મહેસાણા સિવિલ સર્જન અને આરોગ્ય વિભાગ દ્વારા આ દર્દીના મોત મામલે યોગ્ય તપાસ કરાય છે કે કેમ તે જોવું રહ્યું..!

ABOUT THE AUTHOR

...view details