- દર્દીના સગા ઓક્સિજન અને વેન્ટિલેટરની સેવા માટે દર દર ભટકવા મજબૂર બન્યા
- પ્રતિદિન 8000નો ખર્ચ ચૂકવતા દર્દીઓ ને નથી મળી રહી યોગ્ય સારવાર
- વિસનગરમાં ખાનગી કોવિડ સેન્ટર પર સારવાર લેતા દર્દીની હાલત કફોડી
મહેસાણા: જિલ્લાના વિસનગરમાં સરકારી હોસ્પિટલને બાજુ પર મૂકી ખાનગી સંસ્થા દ્વારા સંચાલિત સાંકળચંદ પટેલ હોસ્પિટલને કોવિડ સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં, સરકાર અત્યાર સુધી કરોડો રૂપિયાની ગ્રાંટ અને સાધન સામગ્રી આપી ચુકી છે. છતાંય, અહીં હોસ્પિટલ દ્વારા પ્રાઇવેટ કોવિડ સેન્ટર ચલાવી દર્દીઓને સારવાર માટે દાખલ કરતા પ્રતિ દિન અધધ રૂપિયા વસુલ કરવામાં આવે છે. જોકે, અહીં 8000થી લઈને 35000 સુધીનો પ્રતિદિન ખર્ચ કરવા છતાં દર્દીઓને યોગ્ય સારવાર નથી મળી રહી તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં, દર્દીઓ અને તેમના સગાઓની હાલત કફોડી બની છે. આ ઉપરાંત, હોસ્પિટલ દ્વારા દર્દીની કપરી સ્થિતિમાં હાથ ઊંચા કરી દેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:મહેસાણા સ્મશાનમાં દર્દનાક સ્થિતિ, અંતિમ સંસ્કાર કરનારાની આંખોમાં પાણી સુકાતા નથી
સરકારી છોડી ખાનગી હોસ્પિટલને સરકારે મંજૂરી આપી
મહેસાણા જિલ્લામાં હાલમાં કોરોનાના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યાં, વિસનગર ખાતે સરકારી દવાખાનાને પડતું મૂકી ખાનગી હોસ્પિટલને કોવિડ કેર સેન્ટર ચલાવવાની મંજૂરી અપાઈ છે. સરકારે આ જ હોસ્પિટલને MOU કરી કેટલાક બેડ સરકારી ખર્ચે દર્દીની સારવાર માટે આપવામાં આવ્યા છે. છતાંય, આજે અહીં દાખલ થયેલા દર્દીઓને યોગ્ય સારવાર મળી રહી નથી. આ હોસ્પિટલમાં દાખલ એક દર્દી પાસેથી છેલ્લા 3 દિવસથી કોરોનાની સારવાર માટે પ્રતિદિન 8000 જેટલો ચાર્જ વસુલવામાં આવે છે. છતાં, દર્દીની હાલત વધુ બગડતા તેમને ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર સર્જાઈ હતી. ત્યારે, હોસ્પિટલ દ્વારા દર્દીને યોગ્ય સેવા આપવાને બદલે દર્દીના સગાને ઓક્સિજન શોધવા જવું પડે તે રીતે મજબૂર કરાયા હતા.
આ પણ વાંચો:મહેસાણામાં કોરોનાના નવા 239 કેસ નોંધાયા
વેદના મીડિયા સમક્ષ રજૂ કરી
દર્દીના સગા ઓક્સિજનની શોધમાં મહેસાણા સાઈક્રિષ્ના હોસ્પિટલમાં આવતા પોતાની વેદના મીડિયા સમક્ષ રજૂ કરી હતી. સાંકળચંદ પટેલ નામે ચાલતી વિસનગરની કોવિડ હોસ્પિટલમાં અધધ પૈસા ભરવા છતાં દર્દીના સગાઓને દોડાદોડ કરાવવામાં આવી રહી છે. ત્યારે, સરકારે આ બાબતે વિચારવું જોઈએ અને યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવી માંગ કરી કરવામાં આવી રહી છે
બાઈટ 01 : કેતન પટેલ, દર્દીના સગા