મહેસાણા:વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અંબાજી મંદિરાના દર્શનથી પ્રવાસની શરૂઆત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણાના ખેરાલુ પહોંચ્યા હતા. ખેરાલુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના સાત જિલ્લાના 5941 કરોડનાં વિવિધ 16 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ તેમણે વિશાળ જનસભાને સંબોધિત કરી હતી.
વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યુ હતું કે મા અંબાના ચરણોમાં આશીર્વાદ લેવાનો મને આજે મોકો મળ્યો છે. અંબાજી સ્થાનની રોનક જોઈને આનંદ થયો છે. અહીં આવ્યા પછી મારા જૂના સ્મરણો તાજા થયા. આપ સૌના દર્શન કરવાની મને આશા હતી.
વડાપ્રધાને જણાવ્યું કે. "આજે રૂ. 6000 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ ખેડૂતોને મજબૂત કરશે. આ સમગ્ર દેશ સાથે કનેક્ટિવિટી બનાવશે. આ પ્રોજેક્ટ્સથી મહેસાણાની આસપાસના તમામ જિલ્લાઓને ફાયદો થશે. પહેલા બધા વિચારતા હતા કે ઉત્તર ગુજરાતમાં કોઈ ઉદ્યોગ આવી જ ન શકે પરંતુ આજે આખી ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રી અહીં આવી છે. પહેલા રોજગાર માટે ઉત્તર ગુજરાતની બહાર જવું પડતું હતું. જ્યારે હવે બહારના લોકો અહીં આવી રહ્યા છે અને રોજગારી મેળવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતના વિકાસની ચર્ચા આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. હમણાં ચંદ્ર પર જ્યાં વિશ્વનો કોઇ દેશ નથી પહોંચ્યો ત્યાં આપણું ભારત પહોંચ્યું છે. જી-20 દુનિયાના લોકોમાં કદાચ આટલી ચર્ચા નહીં થઇ હોય જેટલી ચર્ચા ભારતમાં થઇ છે. કદાચ ક્રિકેટના ટી-20ની ખબર ન હોય એવા મળી જશે પણ જી-20ની ખબર ન હોય તેવો એકપણ નહીં મળે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવિંદ ગુરુજીની પુણ્ય તિથિ નિમિત્તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે તેમના બલિદાનની પ્રશંસા કરતા કહ્યું કે આખુ જીવન સંઘર્ષ અને રાષ્ટ્ર ભક્તિમાં વીત્યું હતું. તેઓએ બલિદાનની પરંપરા શરૂ કરી અને તેઓ બલિદાનનું પ્રતીક બની ગયા. તેમણે આઝાદીના જંગમાં આદિવાસીઓને નેતૃત્વ આપ્યું.
ઉત્તર ગુજરાતમાં બટાકાની ખેતી વિશે બોલતા મોદીએ કહ્યું કે, "ઉત્તર ગુજરાતના બટાકા વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઉત્તર ગુજરાત નિકાસ ગુણવત્તાવાળા બટાકાનું ઉત્પાદન કરે છે. બટાકાની પેદાશો વિશ્વભરમાં નિકાસ થાય છે. ગુજરાતના વિકાસમાં મહિલાઓનું યોગદાન વિશેષ છે. રાજ્યમાં ડેરીઓનું સંચાલન મહિલાઓના પરીશ્રમને આભારી છે.મહિલાઓ રૂ.50 લાખ કરોડનો દૂધનો વેપાર કરે છે. 20 વર્ષમાં ગ્રામ્યકક્ષાએ ડેરીઓની સમિતિ બનાવી છે.
PM મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. મંગળવારે પીએમ મોદી કેવડિયા જશે, જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે, ત્યારબાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. PM મોદી મંગળવારે અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. આ પછી તેઓ આરંભ 5.0 માં 98મા કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કરશે.
- PM Modi Visit Ambaji: PM મોદીએ જે અંબાજી મંદિરની મુલાકાત લીધી એ મંદિરની મુલાકાત અનેક પૂર્વ વડાપ્રધાનોએ લીધી છે
- Morbi Bridge Accident: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની પ્રથમ વરસી, 30મી ઓક્ટોબરને ક્યારેય મોરબી ભૂલી નહીં શકે