મહેસાણાઃ ચીનમાં જ્યાં એક તરફ કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ચીનમાં રહેતા ભારતીયોને લઈ દેશમાં ચિંતા વધી રહી છે. ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ ચીનમાં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે, વુહાન શહેરમાંથી જ આ કોરોના વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે.
મહેસાણા પાલિકા પ્રમુખની દિકરી પણ ચીનમાં અટવાઈ, જુઓ વીડિયો કોલની વાતચીત - ચાઇનામાં ફસાયેલા ગુજરાતીઓ
ચીનના વુહાન શહેરમાં MBBSનો અભ્યાસ કરતી મહેસાણા નગરપાલિકા પ્રમુખની દિકરી ચીનમાં અટવાઈ છે. દીકરી કિનલને લઈ મહેસાણા પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીનો પરિવાર ચિંતામાં મુકાયો છે. દીકરીના પિતાએ યુનિવર્સીટીમાં પત્ર લખીને દીકરીને ભારત પરત મોકલવાની માંગ કરી છે.

મહેસાણા નગરપાલિકા પ્રમુખની દિકરી પણ ચાઇનમાં અટવાઈ
મહેસાણા નગરપાલિકા પ્રમુખની દિકરી પણ ચાઇનમાં અટવાઈ
જ્યારે મહેસાણા નગરપાલિકા પ્રમુખની પણ પોતાની દીકરી ચીનમાં MBBSના અભ્યાસ અર્થે ગઇ છે અને પોતાની દીકરી સલામત રીતે ભારત આવી જાય તેવી મીટ માંડીને બેઠા છે, આ સાથે જ તેઓએ દીકરી જે યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે, તે યુનિવર્સીટીમાં પત્ર લખી દીકરીને ભારત મોકલવા રજૂઆત કરી છે. આ સાથે જ તેમનો પરિવાર દીકરી કિનલ સલામત રીતે ભારત આવી જાય એ માટે પ્રાર્થના કરી રહ્યા છે.