ગુજરાત

gujarat

ETV Bharat / state

મોપેડ પર આવેલા તસ્કરોએ ફિલ્મી ઢબે ગાડી રોકાવી, 11 લાખની લઈ ફરાર - Mehsana Crime News

મહેસાણામાં પોસ્ટ ઓફિસના કેશિયરને (post office cashier) લૂંટી (Mehsana Loot Case) તસ્કરો ફરાર થઈ ગયા હતા. પોલીસ કેશિયરની 11,00,000 રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ અંગે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (kheralu police station) નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મોપેડ પર આવેલા તસ્કરોએ ફિલ્મી ઢબે ગાડી ઊભી રોકાવી, ને 11 લાખની લૂંટ કરી થઈ ગયા છૂ
મોપેડ પર આવેલા તસ્કરોએ ફિલ્મી ઢબે ગાડી ઊભી રોકાવી, ને 11 લાખની લૂંટ કરી થઈ ગયા છૂ

By

Published : Oct 15, 2022, 3:54 PM IST

મહેસાણાજિલ્લામાં ધોળા દિવસે પૈસા ભરેલી બેગની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અહીં ખેરાલુમાં પોસ્ટ ઓફિસના કેશિયરની (post office cashier) ગાડીમાંથી 11,00,000 રૂપિયા ભરેલી બેગ લઈ 4 તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારે ખેરાલુ પોલીસે (kheralu police station)આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી છે. જોકે, આ સમગ્ર લૂંટની ઘટના (Mehsana Loot Case ) સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ધોળા દિવસે 11 લાખનો ચૂનો ખેરાલુમાં ધોળા દિવસે રસ્તામાં પોસ્ટ ઓફિસના (post office cashier) કેશિયરની કારને મોપેડચાલક ગઠિયાઓએ પહેલા કાર રોકાવી. ત્યારબાદ તેને વાતમાં મશગુલ કર્યા હતા. તે જ સમયે બાજુમાંથી 2 તસ્કરો બાઈક પર આવ્યા હતા ને 11,00,000 રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી (Mehsana Loot Case) લીધી હતી. ત્યારબાદ ચારેય ગઠિયા ફરાર થઈ ગયા હતા. ભોગ બનનારા કેશિયરે આ અંગે ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે (kheralu police station) વધુ તપાસ હાથ ધરી છે.

પોસ્ટ ઓફિસના કેશિયરે નોંધાવી પોલીસ ફરિયાદ

પોસ્ટ ઓફિસના કેશિયરે નોંધાવી પોલીસ ફરિયાદ જિલ્લાના ખેરાલુ શહેરમાં બેન્કમાંથી 11,00,000 રૂપિયા ભરેલી બેગ (Mehsana Loot Case) લઈ પોસ્ટ ઓફિસના કેશિયર (post office cashier) મેહુલ પરમાર જઈ રહ્યા હતા. તે જ સમયે અજાણ્યા તસ્કરો મોપેડમાં આવી તેમની સાથે વાતચીત કરવા લાગ્યા હતા. જ્યારે બીજી તરફથી 2 તસ્કરો બાઈક પર આવ્યા (Mehsana Crime News) હતા ને ગાડીમાં બાજુની સીટ પર રૂપિયા ભરેલી બેગ (Mehsana Loot Case) લઈ ફરાર થઈ ગયા હતા. આ અંગે મેહુલ પરમારે ફરિયાદ નોંધાવતા ખેરાલુ પોલીસે (kheralu police station) નાકાબંધી કરાવી હતી. સાથે જ સીસીટીવીના આધારે આરોપીઓની તપાસ શરૂ કરી હતી.

પોલીસની કાર્યવાહી આ અંગે ખેરાલુ પોલીસ સ્ટેશનના (kheralu police station) PI જેપી ભરવાડે જણાવ્યું હતું કે, અમને માહિતી મળી હતી કે, 2 દ્વિચક્રી વાહનચાલકોએ પોસ્ટ ઓફિસના કેશિયર સાથે 11 લાખ રૂપિયાની લૂંટ કરી છે. ત્યારે અમે જિલ્લા કન્ટ્રોલમાં મેસેજ કરી નાકાબંધી કરાવી દીધી હતી. સાથે જ ભોગ બનનારનું નિવેદન લઈ તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details