ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં દૂધ સાગર ડેરીને લઈ રાજકારણ ચરમ સીમાએ, શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સંઘર્ષ - undefined

મહેસાણા જિલ્લાની દૂધ સાગર ડેરી હવે સહકાર કરતા વધુ રાજકીય ચર્ચાનો વિષય બની છે, જેના કારણે સાશકો અને પૂર્વ સાશકો વચ્ચે ભારે સંઘર્ષ જોવા મળી રહ્યો છે.

મહેસાણામાં દૂધ સાગર ડેરીને લઈ રાજકારણ ચરમ સીમાએ, શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સંઘર્ષ
મહેસાણામાં દૂધ સાગર ડેરીને લઈ રાજકારણ ચરમ સીમાએ, શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સંઘર્ષ

By

Published : Mar 20, 2022, 8:11 PM IST

મહેસાણા:મહેસાણા જિલ્લામાં સ્વેતક્રાંતિની પહેલ બનેલ દૂધ સાગર ડેરી હવે સહકાર કરતા વધુ રાજકીય ચર્ચાનો વિષય બની હોય તેમ હાલના સાશકો અને પૂર્વ સાશકો વચ્ચે ભારે સંઘર્ષ જોવા મળી રહ્યો છે, જેમાં પૂર્વ શાસક વિપુલ ચૌધરી દ્વારા હાલના સાશકો સામે મોરચો માંડતા વિસનગરના ગુંજા ગામે અર્બુદા સેનાની શપથ વિધિ કરી ઓળખપત્ર વિતરણનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં ડેરીના શાસકો અને સરકારમાં પ્રતિનિધિત્વ કરતા લોકો સામે ડેરીના શાસન માટે ગેરરીતિઓ કરાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

મહેસાણામાં દૂધ સાગર ડેરીને લઈ રાજકારણ ચરમ સીમાએ, શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સંઘર્ષ

ભાજપ સામે સીધા ટકરાવના સંકેતો: આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, તેવામાં વિપુલ ચૌધરી સક્રિય બનતા તેમના ભાજપ સામે સીધા ટકરાવના સંકેતો જોવા મળી રહ્યા છે તેઓ ભાજપ સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે, તો હાલમાં તેઓ એ અર્બુદા સેનાને ડેરીની ચૂંટણીમાં ગેરરીતિ કરનાર સરકારના મંત્રીનું રાજીનામુ માંગવા આહવાન કર્યું છે, તેઓ પોતે મીડિયા સમક્ષ નિવેદન આપવાથી પાછા પાની કરી રહ્યાં છે તેમના પ્રતિનિધી તરીકે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીને આગળ કરી રહ્યા છે, ત્યારે મોંઘજીભાઈ પણ વિપુલ ચૌધરીના સુરને રેલાવતા આ અર્બુદા સેનાને કૃષ્ણ અવતાર ગણાવી અન્યાય સામે અવાજ ઉઠાવવાની વાતો કરી રહ્યા છે

મહેસાણામાં દૂધ સાગર ડેરીને લઈ રાજકારણ ચરમ સીમાએ, શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સંઘર્ષ

વાણી વિલાસ એ સામાજિક આગેવાન તરીકે ઠપકો: વિપુલ ચૌધરીએ અગાઉ પામોલ ગામે કરેલ વાણી વિલાસ મામલે તેમના સમાજના લોકોની લાગણી દુભાઈ હતી, જેનો વિરોધીઓએ ફાયદો ઉઠાવ્યો હતો તેવા સંજોગોમાં તેઓએ આ જાહેર મંચ પરથી વાણી વિલાસ મામલે માફી માંગી તે વાણી વિલાસ એ સામાજિક આગેવાન તરીકે ઠપકો હતો અને ઠપકો ના ગમે તો પોતે ફરીવાર આ ઠપકો નહિ આપે તેની ખાતરી આપી હતી

મહેસાણામાં દૂધ સાગર ડેરીને લઈ રાજકારણ ચરમ સીમાએ, શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સંઘર્ષ

દૂધ સાગર ડેરી અને સરકાર સામે જંગ:વિપુલ ચૌધરી સરકારમાં પૂર્વ ગૃહપ્રધાન રહ્યા છે, ત્યારે પોતાના તે સમયમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ સારી રીતે સંભાળી હોવાનો દાવો કરતા આગામી સમયમાં અર્બુદા સેનાના નેજા હેઠળ ફરી એકવાર સક્રિય બની નેતૃત્વ સંભાળતા દૂધ સાગર ડેરી અને સરકાર સામે જંગ છેડી છે

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details