- કોરોનાકાળમાં પણ ભાજપ-કોંગ્રેસ આમને સામને
- મહેસાણામાં ધરણા કરતા કોંગી કાર્યકર્તાઓની અટકાયત
- પ્રજાની મુશ્કેલીઓ દુર કરવામાં નિષ્ફળ સરકાર : કોંગ્રેસ
મહેસાણા: જિલ્લામાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે ત્યાં બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પાર્ટીઓ વિવિધ મુદ્દે ધરણા કરવા પર ઉતરી આવી છે ભાજપે બંગાળમાં થયેલ હિંસા મામલે ઘરણા કર્યા હતા તો બે દિવસ બાદ કોંગ્રેસે રાજ્યમાં નાગરિકોને કોરોના માટે ઓક્સિજન, બેડ, અને વેન્ટિલેટર સહિતની પૂરતી સુવિધા ઉભી કરવા ઘરણા પર બેસી સરકાર અને તંત્ર સામે માંગણીઓ કરવામાં આવી રહી છે જોકે ભાજપના ધરણામાં પોલીસ અને તંત્ર મોક સૂત્ર બની ઉભું રહ્યું હતું પણ જ્યારે કોંગ્રેસે શનિવારે તોરણવાડી માતાના ચોકમાં ઘરણા કરતા મહેસાણા એ.ડિવિઝન પોલીસે ઘરણા પર બેસવા જતા તમામ 8 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.