મહેસાણા LCBની ટીમે મૃતદેહના શરીર પર પહેરેલ વસ્ત્ર પરથી મળેલ ટ્રેઈલરના મોબાઈલ નંબર આધારે સમગ્ર ઘટના જાણી લેતા શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ હાથ ધરી હતી. જેમાં ટ્રેઈલરે મૃતક એક ટ્રક ડ્રાઇવર હોવાનું સ્પષ્ટ કરતા ટ્રક ડ્રાઇવર ક્યાં ગયો હતો તે અંગેની તપાસ કરી હતી.
મહેસાણામાં ત્રણ દિવસ અગાઉ થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો - solve
મહેસાણા: નજીક આવેલ છઠીયારડા ગામે રૂપેણ નદીના પુલ નીચેથી ત્રણ દિવસ અગાઉ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાં મૃતકના શરીર પર ઘાતકી ઈજાઓ જોતા પોલીસે હત્યાની આશંકા સાથે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતક અને ઘટનાનો ચિતાર મેળવવા સઘન તપાસ હાથ ધરી હતી. તેમજ ગણતરીની દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેવી લીધો હતો.
ત્યારબાદ ડ્રાઇવર મહેસાણા નજીક ધીણોજ ગામે આવેલ મહાદેવ હોટલ પર રાત્રી રોકાણ કરતો હતો અને ત્યાના જ હોટલ માલિક અને તેના મળતીયાઓ દ્વારા ટ્રકમાં રહેલા માલની ચોરી કરતા હતા. તે જોઈને ટ્રક ડ્રાઇવર જાગી ગયો હતો અને બુમાબુમ કરતા ગભરાઈ ગયેલા ચોર અને હોટલ માલિકે ભેગા મળી ટ્રક ડ્રાઇવરને માથામાં લોખંડની ટોમીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
જે બાદ સમગ્ર ઘટના પર પડદો પાડવા હત્યાના આરોપીઓ એ મૃતદેહને નદીના પુલ નીચે ફેંકી દીધી હોવાની કબૂલાત હોટલ મલિક સંજય ચૌહાણ સાથે જ તેના સાગરીત વિજય ઠાકોર અને પ્રકાશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે. જેને પગલે પોલીસને મૃતક મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી જગદીશખાન નિરાશી હોવાનું અને હોટલ પર ટ્રક ડ્રાઇવરોને રાત્રી રોકાણ કરાવી ટ્રકનો સમાન ચોરી કરાતી હોવાની હકીકત આ હત્યા પ્રકરણમાં સામે આવી હતી. જે અનુસંધાને પોલીસે હત્યામાં સામેલ તમામ 3 ઇસમોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે સાથે જ પોલોસ દ્વારા વધુ પૂછપરછ માટે આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.