ગુજરાત

gujarat

ETV Bharat / state

વિસનગરમાં ઉમિયા ફાઇનાન્સ કંપનીમાં પોલીસના દરોડા, જુગાર રમતા 8 નબીરા ઝડપાયા - raid at umiya finance company

મહેસાણાની વિસનગર શહેર પોલીસે બાતમીના આધારે મહેસાણા ચાર રસ્તા પર આવેલી ઉમિયા ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં દરોડા પાડી જુગાર રમતા 8 નબીરાઓને રૂ. 3 લાખ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

વિસનગરમાં ઉમિયા ફાઇનાન્સ કંપનીમાં પોલીસના દરોડા
વિસનગરમાં ઉમિયા ફાઇનાન્સ કંપનીમાં પોલીસના દરોડા

By

Published : Dec 1, 2020, 3:43 PM IST

  • વિસનગર શહેર પોલીસના દરોડા
  • ઉમિયા ફાઇનાન્સમાં જુગાર રમતા 8 નબીરાની અટકાયત
  • PSI એમ.બી.વાઘેલા અને તેમની ટીમે કરી કાર્યવાહી

મહેસાણા: વિસનગર શહેરમાં જુગાર અને સટ્ટાની પ્રવૃતિઓ વધી રહી છે ત્યારે વિસનગર શહેર પોલીસે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે મહેસાણા ચાર રસ્તા પરના સનસાઇન આર્કેડમાં આવેલી ઉમિયા ફાઇનાન્સ નામની પેઢી પર દરોડા પાડતા દુકાનમાં ગેરકાયદેસર જુગાર રમવાની પ્રવૃત્તિઓ સામે આવી હતી, જેમાં વિસનગર શહેરના મોટા માથાઓના આશીર્વાદથી રાજકારણીઓના પરિચિતો જુગાર રમતા ઝડપાયા હતા.

વિસનગરમાં ઉમિયા ફાઇનાન્સ કંપનીમાં પોલીસના દરોડા

રૂ. 3 લાખના મુદ્દામાલ સાથે કરી ધરપકડ

રેડ પાડીને પોલીસે સ્થળ પરથી 1.72 લાખ રૂપિયા રોકડ, 9 મોબાઈલ ફોન અને 6 બાઇક સહિત રૂ. 3.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો ઝડપાયેલા તમામ 8 જુગારિયાઓ મીડિયાના કેમેરાથી પોતાનું મોઢુ સંતાડવા પોલીસની મદદ લીધી હતી, જેમાં ચાલુ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા શખ્સો પોલીસ મથકની બહાર જતા કેમેરામાં કેદ થયા હતા.

વિસનગરમાં ઉમિયા ફાઇનાન્સ કંપનીમાં પોલીસના દરોડા,

ABOUT THE AUTHOR

...view details