ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન: પોલીસે બની જનતાની રક્ષક, શ્રમજીવીઓને અન્નદાન પૂરું પાડ્યું - provided food

કોરોના વાઇરસની મહામારી વચ્ચે વિસનગરમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શ્રમજીવીઓની દયનિય હાલત જોઈને સ્થાનિક સેવાકીય સંસ્થાઓના સહયોગથી ભોજન પૂરું પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પોલીસે સાચા અર્થમાં જનતાની રક્ષક બની શ્રમજીવીઓને અન્નદાન પૂરું પાડ્યું
પોલીસે સાચા અર્થમાં જનતાની રક્ષક બની શ્રમજીવીઓને અન્નદાન પૂરું પાડ્યું

By

Published : Mar 27, 2020, 8:56 AM IST

મહેસાણાઃ સમગ્ર દેશમાં વડાપ્રધાનના આદેશથી લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે વિસનગર પોલીસ ડિવિઝન દ્વારા આ પરિસ્થિતિમાં પેટ્રોલિંગ દરમિયાન શ્રમજીવી લોકોના વિસ્તારમાં લોકો કામ ધંધા અને રોજગર બંધ હોય ખોરાક માટે લાચારી અનુભવતા નજરે પડ્યા હતા.

લોકડાઉનમાં પોલીસે સાચા અર્થમાં જનતાની રક્ષક બની શ્રમજીવીઓને અન્નદાન પૂરું પાડ્યું

પોલીસે પોતાની ફરજ દરમિયાન માનવતા દાખવી વિસનગરની સેવાકીય સંસ્થાઓનો સહયોગ મેળવી બપોરના સમયે પુરી શાક અને રાત્રે સુખડી ખીચડી સહિતનું ભોજન સ્વયંમ પોલીસ કર્મીઓ દ્વારા ઠેર ઠેર સ્લમ વિસ્તારમાં જઈ પૂરું પાડવામાં આવ્યું હતું. વિસનગર પોલીસના આ પ્રયાસથી ગરીબ અને શ્રમજીવીઓને લોકડાઉનની સ્થિતિમાં બે ટાઇમનું ભોજન પોલીસના પ્રયાસથી પ્રાપ્ત થતા લોકોએ પણ આ કાર્યને ઉત્તમ ગણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details