સ્પાની આડમાં ચાલતાં ગોરખધંધાનો મહેસાણા પોલીસે કર્યો પર્દાફાશ, બે વિદેશી મહિલા સહિત 3ની અટકાયત - prostitution
મહેસાણાઃ શહેરમમાં 'ધ ગ્રાન્ડ થાઈ સ્પા'માં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યાં હતાં. જેમાં 2 થાઈલેન્ડની યુવતી તેમજ સ્પાના મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી.
સ્પાની આડમાં ચાલતાં ગોરખ ધંધાનો મહેસાણા પોલીસે કર્યો પર્દાફાશ, બે વિદેશી મહિલા સહિત 3ની અટકાયત
મહેસાણાના માનવ આશ્રમ ચોકડી પાસે ધ ગ્રાન્ડ થાઇ સ્પા' આવેલો છે. જ્યાં મહિલાઓ દ્વારા મસાજના નામે કુટણખાનું ચાલતું હોવાની આશંકા હતી. આથી પોલીસે ગ્રાહક બની તપાસ કરતા પ્રાથમિક પુષ્ટિ કરી હતી. ત્યારબાદ મહિલા ડીવાયએસપી મંજીતા વણઝારા સહિતના સ્ટાફ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં સ્પાના મેનેજર જીગ્નેશ નાયક અને થાઇલેન્ડની 2 યુવતીની પણ અટકાયત કરવામાં આવી હતી. ત્યારે સંચાલક રાજુ દેસાઈ અને ભરત દેસાઈ ભૂગર્ભમાં છે.