- PMOમાં ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખ આપતા લોકોની ફરિયાદ
- બેચરાજી પોલિસ મથકે ટેમ્પલ ઇન્સ્પેકટરે નોંધાવી ફરિયાદ
- રાજ્યના પ્રવાસન સ્થળોમાં ગેરકાયદેસર રીતે VVIP સુવિધા ભોગવતા
મહેસાણા: ગુજરાતમાં શાંતિ સલામતી અને સુરક્ષાના દાવાઓ વચ્ચે સરકારી તંત્રની ઊંઘ હરામ કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં છેલ્લા 15 દિવસ થી ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળોએ પહોંચી કેટલાક શખ્સો દ્વારા પોતે PMO કાર્યાલયની સલાહકાર સમિતિમાં ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખ આપી વૈભવી સગવડો મેળવતા હોવાની ઘટના સામે આવતા કેવડિયા, અંબાજી અને બેચરાજીમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો 15 દિવસ પહેલા બેચરાજીમાં ટેમ્પલ ઇન્સ્પેકટરને પોતાની જાળમાં ફસાવી મંદિરના ગર્ભગૃહમાં પહોંચેલા 6 જેટલા શખ્સો ઠગબાજો હોવાની શંકા જતાં બેચરાજી મંદિરની સુરક્ષા એજન્સીને મંદિરની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
અંબાજી ટેમ્પલ દ્વારા પ્રમોદલાલ અને તેની સાથે આવેલા શખ્સોની ફરિયાદ
ગુજરાતમાં એક તરફ જ્યાં પ્રવાસન વિભાગ અને સરકાર દ્વારા પ્રવાસીઓને "કુછ દિન તો ગુજારો ગુજરાત મે" ની જાહેરાતો કરી બોલાવવામાં આવે છે, ત્યારે છેલ્લા 15 દિવસથી રાજ્યમાં પ્રમોદલાલ નામનો એક શખ્સ પોતાની સાથે અન્ય લોકોને રાખી રાજ્યના અંબાજી, બેચરાજી, ચોટીલા અને કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોએ પોતે PMO કાર્યાલયમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપી ફરતો હતો. જેને લઈ આ શખ્સોને અંબાજી બાદ બેચારજીમાં પણ PMO સલાહકાર સમિતિના માણસ સમજી VVIP સગવડો આપવામાં આવી હતી. જોકે ઠગબાજ ટોળકીની વાસ્તવિકતા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સિક્યુરિટીને ધ્યાને આવતા પ્રમોદલાલ સહિતના માણસો રાજ્યમાં PMO સલાહકાર સમિતિની ખોટી ઓળખ આપી પ્રવાસન સ્થળોએ VVIP સુવિધા ભોગવતા હોવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ સમગ્ર રાજ્યના પ્રવાસન સ્થળોએ આ મામલો ચર્ચાના ચગડોળે ચડતા અંબાજી ટેમ્પલ દ્વારા પ્રમોદલાલ અને તેની સાથે આવેલા શખ્સોની ફરિયાદ કરવામાં આવી હતી. તાજેતરમાં મહેસાણા જિલ્લાના બેચરાજી ખાતે બહુચરાજી ટેમ્પલ ઇન્સ્પેકટર દ્વારા પણ પ્રમોદલાલ અને તેની સાથે આવેલા અન્ય પાંચ શખ્સો સામે ખોટી ઓળખ આપવા મામલે ફરિયાદ નોંધાઇ છે.
PMO કચેરીમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપી બેચરાજીમાં ઠગાઈ આચરી