ગુજરાત

gujarat

ETV Bharat / state

ભવિષ્યમાં ગુજરાતની ધરતી પરથી આકાશમાં ઉડતા વિમાન તૈયાર થશેઃ મોદી - PM Modi Declaration flight parts

ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે (PM Modi Modhera Visit) આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેરાની ધરતી પરથી સરકારની અનેક સિદ્ધિઓ ગણાવી હતી. ખાસ કરીને ઓટો મોબાઈલ ક્ષેત્રે ગુજરાતે કરેલી પ્રગતિ અંગે ઝલક આપી હતી. આ સાથે તેમણે એવું પણ વિશ્વાસપૂર્વક કહ્યું હતું કે, ભવિષ્યમાં આકાશમાં ઉડતા વિમાન અહીં ગુજરાતમાં તૈયાર થશે. જોકે, એમની આ વાત પર ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.

ભવિષ્યમાં ગુજરાતની ધરતી પરથી આકાશમાં ઉડતા વિમાન તૈયાર થશેઃ મોદી
ભવિષ્યમાં ગુજરાતની ધરતી પરથી આકાશમાં ઉડતા વિમાન તૈયાર થશેઃ મોદી

By

Published : Oct 9, 2022, 7:29 PM IST

Updated : Oct 9, 2022, 8:51 PM IST

મોઢેરાઃત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Modhera Visit) અનેકવિધ પ્રોજેક્ટ ખુલ્લા મૂકશે. આ સાથે નવા પ્રોજેક્ટનું પણ ખાત મૂહુર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભરૂચ, અમદાવાદ, જામનગર જવાના છે. રવિવારે સાંજના સમયે અમદાવાદ આવી વડાપ્રધાન મોદી (PM Modi Declaration flight parts) મહેસાણા જવા માટે રવાના થયા હતા. મોઢારા પહોંચીને તેમણે જનમેદનીને સંબોધન કર્યું હતું. આ સાથે સોલાર પેનલ પર તૈયાર થયેલી એક દસ્તાવેજી ફિલ્મ નિહાળી હતી.

ભવિષ્યમાં ગુજરાતની ધરતી પરથી આકાશમાં ઉડતા વિમાન તૈયાર થશેઃ મોદી

મોટું એલાન કર્યુંઃવડાપ્રધાન મોદીએ ગુજરાતમાં થયેલા ઓટો મોબાઈલનાવિકાસ અંગે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, એક સમયે ગુજરાતમાંસાયકલ બનવાના ફાંફા પડતા હતા. હવે એ જ ગુજરાતની ધરતી પર કાર તૈયાર થઈ રહી છે. જાપાનના ઉદ્યોગપતિઓ ગુજરાતમાં આવીને મોટું રોકાણ કરે છે. અહીં ઘણી બધી એજન્સીઓ ગાડીઓના જુદા જુદા પાર્ટ તૈયાર કરી રહી છે. ભવિષ્યમાં ઈ વ્હીકલ્સનો સમય આવશે ત્યારે બેચરાજી પાસે હાંસોલપુરમાં લિથિયમ બેટરીનો પ્લાન્ટ કામ આવશે. જાપાનમાં દોડતી ગાડીઓ ગુજરાતમાં તૈયાર થઈ રહી છે. જેના કારણે અનેક એવી એજન્સીઓને કામ મળ્યું છે.

ગુજરાતમાં મેટ્રોઃએક સમયે એવો હતો કે, ગુજરાતમાં સાયકલ તૈયાર કરવાની કોઈ સુવિધા ન હતી. સતત અને સખત થયેલા વિકાસને કારણે અહીં હવે મેટ્રો દોડે છે. એટલું જ નહીં મેટ્રોના કોચ પણ ગુજરાતમાં તૈયાર થઈને દોડી રહ્યા છે. મારા શબ્દો યાદ રાખજો ભવિષ્યમાં આકાશમાં ઉડતા વિમાન ગુજરાતની ધરતી પરથી તૈયાર થશે. જોકે, આ મુલાકાત દરમિયાન તેમણે મહેસાણામાં વીજળી અને પાણીના ક્ષેત્ર થયેલા વિકાસ પર ભાર મૂક્યો હતો. આ સાથે તેમણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ અંગે વાત કરી હતી.

Last Updated : Oct 9, 2022, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details