ગુજરાત

gujarat

ETV Bharat / state

વડનગરમાં PM મોદીના પરિવારે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી

વડનગર એક ઐતિહાસિક નગરી હોવાની સાથે સાથે જ વડાપ્રધાન મોદીના વતન તરીકે જાણીતુ છે. વડનગર ખાતે આ પરિવાર દ્વારા નિરાધાર અને જરૂરિયાત મંદ વૃદ્ધો માટે એક વૃદ્ધાશ્રમ કાર્યરત કરવામાં આવ્યો છે. મોદી પરિવારના વડીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય પિતા દમોદરદાસ મોદીની પ્રતિમાનું અનાવરણ હીરાબાના વરદ હસ્તે કરાયું હતું.

શતાબ્દી મહોત્સવ
શતાબ્દી મહોત્સવ

By

Published : Feb 26, 2021, 5:38 PM IST

Updated : Feb 26, 2021, 7:00 PM IST

  • વડનગરમાં PM મોદીના પરિવારે એકત્ર થઈને શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી
  • શતાબ્દી મહોત્સવ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં દામોદરદાસની પ્રતિમાનું અનાવરણ કરાયું
  • વડાપ્રધાન મોદીના માતા હીરાબાના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરાયું

મહેસાણા : વડનગર એક ઐતિહાસિક નગરી હોવાની સાથે સાથે વડાપ્રધાન મોદીના વતન તરીકે જાણીતુ છે. આમ તો આ મોદી પરિવાર ખૂબ સાદગીપ્રિય છે. વડનગર ખાતે આ પરિવાર દ્વારા નિરાધાર અને જરૂરિયાત મંદ વૃદ્ધો માટે એક વૃદ્ધાશ્રમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેનું સંચાલન વડાપ્રધાનના ભાઈ સોમાભાઇ મોદીના હાથમાં છે, ત્યારે આ મોદી પરિવારના વડીલ એવા સ્વર્ગીય દમોદરદાસ મોદીની યાદમાં અહીં વૃદ્ધાશ્રમમાં શતાબ્દી પર્વ પર તેમની પ્રતિમા મૂકી વડાપ્રધાન મોદીના માતા હીરાબાના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.

શતાબ્દીબ મહોત્સવ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં દામોદરદાસની પ્રતિમાનું અનાવરણ કરાયું

પ્રતિમા અનાવરણ સમય મોદી પરિવાર રહ્યો હાજર

વડનગરમાં મોદી પરિવારના વૃદ્ધાશ્રમમાં 16 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ રહેતા વડાપ્રધાન મોદીના પરિવારજનો દ્વારા વડનગરની મુલાકત લઈ પોતાના વૃદ્ધાશ્રમમાં શતાબ્દી પર્વની ઉજવણી રૂપે દામોદરદાસની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

પ્રતિમા અનાવરણ સમય મોદી પરિવાર રહ્યો હાજર

વૃદ્ધાશ્રમને અપાયું દમોદરદાસનું નામ

વડનગરમાં વડાપ્રધાન મોદીના પિતા દામોદરદાસની પ્રતિમાનું અનાવરણ મોદી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં દમોદરદાસના સમગ્ર પરિવારે વડનગર ખાતે આવી વૃદ્ધાશ્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે સોમાભાઈ મોદી દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમને 20 વર્ષ પૂર્ણ થયા છે, આ સાથે 21માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા શતાબ્દી મહોત્સવ પર્વ ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત વડાપ્રધાન મોદીના માતા હીરાબાના હસ્તે દમોદરદાસની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે ખાસ વડનગરમાં વૃદ્ધોને સેવા આપતા આ આશ્રમમાં 20 વર્ષથી કોઈ નામ અપાયું ન હોવાથી 21માં વર્ષમાં પ્રવેશ કરતા વડાપ્રધાન મોદીના પિતા દમોદરદાસનું નામ આપવામાં આવ્યું છે. આ અંગે સમગ્ર માહિતી સોમાભાઈ મોદી દ્વારા ટેલિફોનિક વાતચીત દરમિયાન આપવામાં આવી હતી.

Last Updated : Feb 26, 2021, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details