ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં પીએમ મોદીના 70માં જન્મ દિવસની ઉજવણી સેવા સપ્તાહ તરીકે કરાશે - Deputy Chief Minister Nitin Patel

મહેસાણામાં જિલ્લાના પનોતા પુત્ર અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે વિડિઓ કોન્ફરન્સ થકી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે સેવા સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપની ટિમ દ્વારા જિલ્લાના 506 જેટલા ગામડાઓના વિસ્તારમાં વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન, સ્વચ્છતા સર્વેક્ષણ અને દિવ્યાંગોને જરૂરી સાધન સહાય આપી વિવિધ સેવાકાર્યો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

etv bharat
મહેસાણામાં પીએમ મોદીના 70માં જન્મ દિવસની ઉજવણી સેવા સપ્તાહ તરીકે કરાશે

By

Published : Sep 15, 2020, 2:05 PM IST

Updated : Sep 15, 2020, 3:33 PM IST

મહેસાણા: જિલ્લાના પનોતા પુત્ર અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે વિડિઓ કોન્ફરન્સ થકી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે સેવા સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નીતિન પટેલના માર્ગદર્શન થકી જિલ્લા ભાજપની ટિમ દ્વારા જિલ્લાના 506 જેટલા ગામડાઓના વિસ્તારમાં વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન, સ્વચ્છતા સર્વેક્ષણ અને દિવ્યાંગોને જરૂરી સાધન સહાય આપી વિવિધ સેવાકાર્યો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહેસાણામાં પીએમ મોદીના 70માં જન્મ દિવસની ઉજવણી સેવા સપ્તાહ તરીકે કરાશે

નરેન્દ્ર મોદીના જન્મ દિવસની સામાન્ય દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અને વિવિધ સંસ્થાઓ સહિત આગેવાનો દ્વારા સામુહિક રીતે ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. જોકે હાલમાં કોરોના કાળ ચાલુ હોવાથી આ વખતે વડાપ્રધાન મોદીના 70માં જન્મ દિવસની ઉજવણી સેવા કાર્યો કરી ભાજપ દ્વારા બુથ દીઠ 70 વૃક્ષો વાવી અને 70 જેટલા દિવ્યાંગોને સાધન સહાય આપી તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજી અને સ્વચ્છતા થકી વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનને સમર્થન કરતા કરવામાં આવી રહ્યું છે. જેમાં મહત્વની વાત એ છે કે વડાપ્રધાનનો જન્મદિવસ માત્ર એક દિવસ તરીકે નહિ પરંતુ એક આખું સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

મહેસાણામાં પીએમ મોદીના 70માં જન્મ દિવસની ઉજવણી સેવા સપ્તાહ તરીકે કરાશે
Last Updated : Sep 15, 2020, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details