- આજે નરેન્દ્ર મોદી નો 70મો જન્મ દિવસ
- PMના 70માં જન્મ દિવસની વડનગરમાં ઉજવણી કરાઈ
- વિવિધ સેવા કાર્યો કરી કરાઈ PMના જન્મ દિવસની ઉજવણી
- નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી આ કાર્યક્રમમાં જોડાયા
- બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ સહિત દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી કરાઈ ઉજવણી
મહેસાણાઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસ નિમિતે વડનગરમાં સેવા કાર્યો કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી સહિત ભાજપના કાર્યકરો અને સ્થાનિકો જોડાયા હતાં.
વડનગરમાં સેવકાર્યો થકી PM મોદી 70માં જન્મ દિવસની ઉજવણી કરાઈ, PMના ભાઈ સોમભાઈએ શુભેચ્છા પાઠવી મહેસાણા જિલ્લા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હોમટાઉન છે, ત્યારે મહેસાણાના વડનગર વાસીઓએ નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરી હતી. હાલ કોરોના મહામારી હોવાને કારણે વડનગરમાં PM મોદીનો જન્મ દિવસ સેવા કાર્યો કરી કંઈક અનોખી રીતે ઉજવવામાં આવી રહ્યો છે. વડનગરમાં સેવકાર્યો થકી PM મોદી 70માં જન્મ દિવસની ઉજવણી કરાઈ, PMના ભાઈ સોમભાઈએ શુભેચ્છા પાઠવી જેમાં PM મોદીના ભાઈ સોમાભાઈ મોદી, ઊંઝા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય આશાબેન પટેલ અને જિલ્લા ભાજપના કાર્યકરો હોદ્દેદારોએ સાથે મળી સેવા સપ્તાહ તરીકે વડનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ, વૃક્ષારોપણ અને કોરોના વોરિયર્સ સન્માન સહિત સરકારી યોજનના લાભાર્થીઓને લાભ આપવા સહિતના સેવા કાર્યો કરી જન્મ દિવસના આ પ્રસંગે PMના ભાઈ સોમાભાઈ મોદીએ પોતાના ભાઈને જન્મ દિવસની લાગણી સભર શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશહિતનો સંદેશો પાઠવતા ભારત વિશ્વ સત્તા બને તેવી આશા વ્યક્ત કરી હતી.