ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણામાં કોરોના મહામારી અને મ્યુકોરમાઈકોસિસને પહોંચી વળવા તંત્રનું શું છે આયોજન - મહેસાણા જિલ્લામાં કોરોનાની સારવાર

દેશભરમાં હાલ કોરોનાની બીજી લહેર ( second wave of corona ) ચાલી રહી છે. આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર ( third wave of corona ) ની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે કોરોના મહામારી તેમજ મ્યુકોરમાઈકોસિસ ( mucormycosis ) ને પહોંચી વળવા મહેસાણા જિલ્લાના તંત્ર દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે, વાંચો આ અહેવાલમાં...

મહેસાણામાં કોરોના મહામારી અને મ્યુકોરમાઈકોસિસને પહોંચી વળવા તંત્રનું શું છે આયોજન
મહેસાણામાં કોરોના મહામારી અને મ્યુકોરમાઈકોસિસને પહોંચી વળવા તંત્રનું શું છે આયોજન

By

Published : May 26, 2021, 7:17 PM IST

  • જિલ્લામાં કુલ 2074 બેડ સામે 1337 બેડ ખાલી
  • વેન્ટિલેટર સાથેના ICUમાં 99માંથી 33 બેડ ખાલી
  • બાયપેપ સાથેના ICUમાં 124માંથી 60 બેડ ખાલી
  • ઓક્સિજન સાથેના ICUમાં 915માંથી 479 બેડ ખાલી
  • સામાન્ય ICUમાં 936 બેડમાંથી 765 બેડ ખાલી

મહેસાણા: કોરોના મહામારીના કારણે લાખો નાગરિકો સંક્રમિત થયા છે. જ્યારે, સેંકડોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હજુ આ મહામારી શાંત નથી પડી, એવામાં રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસ ( mucormycosis ) ને પણ મહામારી જાહેર કરી દેવામાં આવી છે. આ વચ્ચે કોરોનાની બીજી અને ત્રીજી લહેરને પહોંચી વળવા તેમજ બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસ, વ્હાઈટ ફંગસ તેમજ યેલો ફંગસને પહોંચી વળવા માટે મહેસાણા જિલ્લાના તંત્ર દ્વારા આગવું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહેસાણામાં હાલ 1500 જેટલા કોરોના દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.

2024 બેડની સામે 1337 બેડ ખાલી

મહેસાણા જિલ્લામાં કોરોનાની સારવાર માટે સરકારી અને ખાનગી મળી કુલ 70 કોવિડ સેન્ટર આવેલા છે. જેમાં કોરોનાની સારવાર માટે કુલ 2074 બેડની વ્યવસ્થા સામે 1337 બેડ હાલમાં ખાલી જોવા મળી રહ્યા છે. જિલલમાં આવેલા 70 કોવિડ સેન્ટરો પર વેન્ટિલેટર સાથેના ICUની સુવિધામાં હાલમાં 99 માંથી 33 બેડ ખાલી છે, બાયપેપ સાથેના ICUમાં 24માંથી 60 બેડ ખાલી છે, ઓક્સિજન સાથેના ICUની સેવામાં 915 માંથી 479 બેડ ખાલી છે, સિમ્પલ ICUમાં 315 માંથી 224 અને 621 માંથી 541 બેડ ખાલી છે.

વડનગર તેમજ વિસનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ થશે શરૂ

જિલ્લાની મુખ્ય મહેસાણા જનરલ હોસ્પિટલમાં અગાઉથી જ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર ( third wave of corona ) ની તૈયારી માટે વડનગર, વિસનગર સહિતની સિવિલ હોસ્પિટલોમાં નવા ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થાનું આયોજન કરાયું છે અને વડનગર, મહેસાણા તેમજ વિસનગર સિવિલ હોસ્પિટલમાં કેટલાક વધુ પ્રકારના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબોરેટરી સજ્જ કરાઈ છે. જેમાં કોરોના સંદર્ભના મોટાભાગના રિપોર્ટ તૈયાર થઈ રહ્યા છે.

ફંગસની સારવાર માટે પણ તૈયારીઓ શરૂ

ગુજરાતમાં વ્હાઈટ ફંગસ પગપેસારો કરી ચૂક્યું છે. ત્યારે મહેસાણા અને વડનગર સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ સહિતની ફંગસની સારવાર માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહેસાણા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ઉપરી અધિકારીઓ અને સરકાર સાથેના વિચારો અને આયોજન મુજબ તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં આયોજન પર વાત છે, આગળ જતાં સૂચન મળતા કામગીરી પણ કરવામાં આવનારી છે.

યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે જાહેર કરાયેલી ગાઈડલાઈન વાંચવાઅહીંક્લિક કરો

તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી લહેર માટે આગવું આયોજન

  • વડનગર, વિસનગર સહિતની સિવિલ હોસ્પિટલ્સમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની તૈયારીઓ શરૂ
  • મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે મહેસાણા અને વડનગર સિવિલ હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા
  • વિવિધ પ્રકારના સેમ્પલ ટેસ્ટ કરી શકાય તે માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરાઈ

ABOUT THE AUTHOR

...view details