- હોમગાર્ડનો ડોળ કરી વાહન ચાલકો પાસેથી પૈસા પડાવનારો શખ્સ ઝડપાયો
- મહેસાણા LCB એ કરી ધરપકડ, અન્ય બે શખ્સ ભાગી છૂટ્યા
- મહેસાણામાં નકલી વર્ધિધારીઓનો ખોફ વધ્યો
મહેસાણાઃ મહેસાણાના ફતેપુરા સર્કલથી રામોસણા બ્રિજ વચ્ચે પોલીસની ઓળખ આપી પસાર થતી ટ્રકો અટકાવી પૈસા પડાવાતા હોવાની બાતમીના આધારે એલસીબી પીએસઆઇ વાય.કે. ઝાલા સહિત સ્ટાફે વોચ ગોઠવી હતી. બુધવારે રામોસણા બ્રિજના છેડે દર્શન હોટલની સામે કેટલાક વ્યક્તિઓ હાઇવે ઉપર વાહનો રોકી ચેકિંગ કરતાં જોઇ પોલીસ અહીં દોડી ગઇ હતી. જેમાં ભાવિન નરોત્તમ કુંતાર ઝડપાઇ ગયો હતો, જ્યારે ભાગી જનાર મહેસાણાના રાઠોડ નરેન્દ્રસિંહ ઉર્ફે ઘુવડ ઉદેસિંહ અને સાહિલ પ્રવિણભાઇ કાપડિયા હોવાનું બહાર આવ્યું હતું.
લોકો પાસેથી પૈસા પડાવતા હતા ઈસમો
ભાવિન કુંતારની પૂછપરછ કરતાં તે અગાઉ હોમગાર્ડ તરીકે એ ડિવિજનમાં ફરજ બજાવતો હતો અને છેલ્લા એક મહિનાથી ફરજ પર ગયો નથી. રાત્રે પોલીસ ડ્રેસનું પેન્ટ અને આર્મી જેકેટ પહેરી બે સાગરિતો સાથે મળી હોમગાર્ડની ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હતો.
મહેસાણામાં નકલી હોમગાર્ડ બની વાહન ચાલકો પાસેથી પૈસા પડાવનાર ઈસમની ધરપકડ - મહેસાણા ન્યૂઝ
મહેસાણામાં પોલીસે હોમગાર્ડનો વેશ ધારણ કરી લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમની ધરપકડ કરી છે.
sdd