મહેસાણાઃ કહેવાય છે કે, "જન સેવા એજ પ્રભુ સેવા" ત્યારે હાલમાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે વડાપ્રધાનના આદેશથી લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તે માટે તેમના માદરે વતન વડનગરના લોકોએ શ્રમજીવીઓ અને નિરાધારો માટે પ્રથમ દિવસથી જ જનસેવાનું કાર્ય આરંભ્યુ છે, જેમાં સેવાભાવી અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી વડનગર શહેર વિસ્તારના અસંખ્ય લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું છે.
વડનગરવાસીઓએ લોકડાઉનમાં સેવકાર્યનો પ્રવાહ અવિરત રાખ્યો
કોરોના વાઈરસની મહામારી વચ્ચે લોકડાઉનનો 30મો દિવસ વીતી રહ્યો છે, ત્યારે વડનગરના સેવાભાવી લોકો શ્રમજીવીઓ અને નિરાધાર લોકોને ભોજન આપીને જનસેવાનું નિસ્વાર્થ કાર્ય કરી રહ્યા છે.
વડનગર
જ્યાં આવતા શ્રમિકો અને નિરાધારો સંકોચ ન અનુભવે તે માટે ખાસ આજ દિન સુધી કોઈએ વ્યક્તિગત રીતે વીડિયો કે, ફોટોગ્રાફી કરી સોશ્યિલ મીડિયામાં વાઇરલ નથી કર્યો ત્યારે, ખરા અર્થમાં જનસેવા કરનારા વડનગરના આ લોકો યોદ્ધા તરીકે નિસ્વાર્થ જરૂરિયાતમંદોની સેવા કરી વડાપ્રધાનના આદેશનું સમર્થન કરી કોરોના સામેની લડાઈમાં મહત્વનો સહયોગ આપી રહ્યા છે.