- વિસનગરમાં સી.આર.પાટીલનો રોડ શો યોજાયો
- પ્રદેશ ભાજપ અધ્યક્ષે ભાજપ માટે મતદારોને મતદાન કરવા આહ્વાન કર્યું
- રેલી દરમિયાન એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
મહેસાણા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી પ્રચાર માટે સી.આર.પાટીલનો વિસનગર પ્રવાસ આયોજિત કરી વિસનગરના ગુંજા ગામે હેલિપેડથી બાઈક રેલીનું આયોજન કરાયું હતું. સી.આર.પાટીલે રેલીનું પ્રસ્થાન કરાવી વિસનગર શહેરમાં ચૂંટણી પ્રચાર કર્યો છે. જેમાં વિસનગરના ધારાસભ્ય અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરનારા જિલ્લા પંચાયત તાલુકા પંચાત અને નગરપાલિકાના ઉમેદવારો જોડાયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષે મતદારોનો વિશ્વાસ જીતવા પ્રયાસ કરતા ભાજપ માટે મતદારોને મતદાન કરવા આહ્વાન કર્યું છે.