મહેસાણાઃ કોવિડ-19 વાઈરસ સંક્રમણને પગલે આજ દિન સુધી મહેસાણા જિલ્લામાં કોરોનાના 39 શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે. જેમાંથી 37 લોકોના રિપોર્ટ નેગેટિવિ આવ્યાં છે. જિલ્લામાં સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ દ્વારા લેવાયેલા બે નમુનાના રીપોર્ટનું પરીણામ હજુ બાકી છે.
પરંતુ મહેસાણા જિલ્લામાં બે કેસ પોઝિટિવ છે. જેમાં એકનું સેમ્પલ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે લેવામાં આવ્યું હતું. જે દર્દી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતો. તે દર્દીની સારવાર પૂર્ણ થતાં તેમને રજા આપવામાં આવી છે. તેમજ તે દર્દીના 3 હાઇરીસ્ક કોન્ટેકેટના નમૂના લેવાયાં હતા જે તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે કોરોનાગ્રસ્ત બીજો વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે.
મહેસાણા જિલ્લામાં કોરોનાને હરાવી એક દર્દી ઘરે પરત ફર્યા સાથે અત્યાર સુધી લેવાયેલ તમામ 37 ટેસ્ટ નેગેટિવ આવ્યા મહેસાણામાં સરકારની માર્ગદર્શિકા મુજબ સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ કોવિડ-19 તૈયાર કરાઇ છે. 10 વેન્ટીલેટર અને 100 બેડની આ અધતન હોસ્પિટલની મુલાકાત રાજ્ય કક્ષાના અગ્ર સચિવ જળસંપત્તિ જે.પી.ગુપ્તાએ લીધી હતી.
જિલ્લામાં બહારથી આવેલા લોકોની વાત કરીએ તો મહેસાણામાં દેશ બહારથી 1021 મુસાફરો આવેલા છે. જે લોકોનો 14 દિવસનો ઓબ્ઝર્વેશન પીરીયડ પુરો થઇ ગયો છે.
આ સાથે જ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી થઇ રહી છે. જિલ્લામાં 1079 ટીમો દ્વારા 13,40,703 ઘરોનો સર્વે કરાયો છે. આ ઉપરાંત 64,16,626 લોકોનો રીપીટ સર્વે પણ કરાયો છે. 10251 દર્દીઓને તાવ,ખાંસી અને ઉધરસ છે જેઓનું ફોલોઅપ થઇ રહ્યું છે. કોરોનાને અટકાવવા 3 લાખ કરતા પણ વધારે વ્યક્તિઓને આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોના કેસો જોતાં લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહ્યુ્ છે. જેને ધ્યાને લઇને જિલ્લામાં સઘન સર્વેલન્સની કામગીરી થઇ રહી છે.જિલ્લાના લોકો પણ સરકારની હેલ્પ લાઇન નંબર 104 ઉપર સંપર્ક કરી માર્ગદર્શન અને માહિતી મેળવી રહ્યા છે.
રાજ્યમાં 1100 નંબરની હેલ્પલાઇન તથા ટેલીમેડીસીન સુવિધા શરૂ કરાઇ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા લોકોને 24 કલાક માટે એમ.બી.બી.એસ.એમ.ડી.ફિઝિશીયન,ક્લીનીક સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાત તબીબો દ્વારા ટેલી મેડીસીન અને ટેલી કાઉન્સલીંગ સહિત ટેલી એડવાઇઝ મળી રહે છે.
કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ ટેલી મેડીસીન સુવિધા ઉભી કરાઇ છે. સવારે ૦૯ કલાકથી ૧૦ કલાકની વચ્ચે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ ઉપર સંપર્ક સાધી શકાશે
મહેસાણા જિલ્લાની હોસ્પિટલો અને તબીબો પાસેથી કેસોની માહિતી તાત્કાલિક મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા DR TECHO APPLICATION શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લાના 86 ખાનગી તબીબોએ રજિસ્ટ્રેશન કરાવેલું છે. જે તબીબો દ્વારા લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર તથા સેવા પુરી પડાઇ રહી છે.