ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં પ્રથમ મહેસાણા સિવિલમાં 25 લાખના ખર્ચે ઓક્સિજન જનરેટ મશીન કાર્યરત કરાયું - latest news of gujarat

મહેસાણા: કહેવાય છે કે, જેનું તન અને મન બંને સ્વસ્થ હોય તે વ્યક્તિ દુનિયાનો સૌથી સુખી માણસ છે. તમામ હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની સેવા અનિવાર્ય હોય છે. ઘણીવાર ઓક્સિજનના અભાવે દર્દીઓની વ્યવસ્થિત સારવાર થઇ શકતી નથી અને દર્દીઓ મોતને ભેટે છે. ત્યારે આ પ્રકારની સમસ્યા નિવારવા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં અંદાજે 25 લાખના ખર્ચે ઓક્સિજન જનરેટર મશીન મુકાયું છે. જે સમગ્ર રાજ્યમાં પ્રથમવાર છે.

mahesana
મહેસાણા

By

Published : Jan 8, 2020, 11:42 AM IST

મરણ પથારીએ પડેલા દર્દીના જીવનમાં ઓક્સિજનનું ઘણું મહત્વ રહેલું છે. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પહેલીવાર ઓક્સિજન જનરેટર મશીનનો મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રયોગ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા અંદાજે 25 લાખના ખર્ચે એક ઓક્સિજન જનરેટ મશીન વિકસાવવામાં આવ્યું છે. આ મશીનની એક ખાસ પ્રકારની બનાવટ છે કે, જેમાં તે હવામાં રહેલા અનેક વાયુમાંથી માત્ર ઓક્સિજનને છુટ્ટો પાડી તેનો જથ્થો ભેગો કરે છે. ડોકટરના એક અંદાજ પ્રમાણે 98 ટકા જેટલો શુદ્ધ ઓક્સિજન તૈયાર કરવાની ક્ષમતા આ મશીનમાં રહેલી છે.

મહેસાણા સિવિલમાં 25 લાખના ખર્ચે ઓક્સિજન જનરેટ મશીન કાર્યરત કરાયું

આ મશીન દ્વારા ઉત્પન્ન થતો ઓક્સિજન 24 કલાક કાર્યરત રહે છે. જેમાંથી 15 જેટલા દર્દીઓને ઓક્સિજન આપી શકાય છે. ઓક્સિજનની ખરીદી કરતા આ મશીન અંદાજે 20 હજાર જેટલા ખર્ચની બચત કરી આપે છે. ઉપરાંત બોટલો રિપ્લેસમેન્ટની તકલીફોમાંથી પણ તે મુક્તિ આપે છે. જો કે, હાલમાં આ ઓક્સિજન જનરેટર મશીન સેવા આપવામાં કેટલું સફળ સાબિત થાય છે તે જોવા માટે પરીક્ષણ હેઠળ રખાયું છે. આ મશીનની યોગ્યતા પુરવાર થશે તો સરકાર દ્વારા રાજ્યભરમાં આ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details