- કોરોના મહામારી સમયે સેવાભાવી લોકો અને સંસ્થાઓનું મહત્વનું યોગદાન
- વિસનગરમાં પ્રાણવાયુની નિઃશુલ્ક સેવા માટે ઓક્સિજન બેન્કનો આરંભ કરાશે
- અમેરિકન દંપતિએ USAથી 100 ઓક્સિજન મશીન દાન કર્યાં,આગામી રવિવારે કરાશે વિતરણ
- USAથી 100 ઓક્સિન મશીન માતૃભૂમિની સેવામાં અર્પણ કરાયા
મહેસાણાઃ જિલ્લાના વિસનગરમાં કોવિડ અને પોસ્ટ કોવિડની સારવાર લેતા દર્દીઓ માટે અમેરિકાથી સેવાભાવી દંપતિ ડો. જસવંતકુમાર અને ઇલાબેન પટેલ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે 100 જેટલા ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન માતૃભૂમિ અને વડાપ્રધાન મોદીના માદરે વતન મહેસાણા જિલ્લામાં દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યાં છે. આ 100 ઓક્સિજન મશીનનું સંચાલન કરતા ડૉ.વાસુદેવ જે. રાવલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રીતે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે આપવામાં આવશેે.
આ પણ વાંચોઃ ખરા સમયે સેવા એ જ સાચી સેવા- સુરત સિવિલના લેબ ટેકનિશ્યન સ્ટાફે કહેવતને સાર્થક કરી