મહેસાણા-અમદાવાદમાં વચ્ચે 50 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને જનતા માટે ખુલ્લો મુકવા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે આ ઓવરબ્રિજનુંં લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકાવમાં આવ્યો હતો.
મહેસાણા-અમદાવાદ વચ્ચે ઓવરબ્રિજનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ - Ahmedabad
મહેસાણા: મહેસાણા-અમદાવાદમાં વચ્ચે 50 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને જનતા માટે ખુલ્લો મુકવા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે આ ઓવરબ્રિજનુંં લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકાવમાં આવ્યો હતો. તો લોકાર્પણ કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
અમદાવાદ, કલોલ, નંદાસણ, મહેસાણા, પાલનપુર અને રાજસ્થાન થઈ દિલ્હી જતાં રાષ્ટ્રીયધોરી માર્ગ પર નંદાસણ ખાતે આવેલા ચાર રસ્તા પર ટ્રાફિકની ગંભીર સમસ્યા હતી. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાંકીનો સામનો કરવો પડતો હતો.
જેને પગલે રાજ્ય સરકારે 2 વર્ષમાં 50 કરોડના ખર્ચે નવનિર્મિત ઓવરબ્રિજની ભેટ પ્રજાને આપી છે. જેનું લોકર્પણ શુક્રવારના રોજ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા જનહિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ પર વિદ્યાર્થીઓએ પાસે સાઇકલિંગ કરાવીને જાહેરજનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.