મહેસાણા જિલ્લામાં ખેરવા ગામ ખાતે આવેલ ગણપત વિદ્યાનગરમાં B SC અને M SC કોલેજમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશ ઉત્સવરૂપી ઓરીએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને તેમના વિષય અનુરૂપ માર્ગદર્શન અને પ્રેરણા પુરી પડાઈ હતી. આ ત્રી દિવસીય સમારોહમાં ગણપત યુનિવસિટી દ્વારા શૈક્ષણિક, પરીક્ષા સંશોધન, તાલીમ અને પ્લેસમેન્ટ અને નીતિનિયમોની જાણકારી આપી ઓરીએન્ટેશનના અંતિમ રમતોસવની પણ ઉજવણી કરવામાં આવી હતી.
ગણપત યુનિવર્સીટીમાં ત્રી-દિવસીય ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો - gujarat
મહેસાણાઃ જિલ્લાની ગણપત યુનિવર્સીટીમાં ત્રીદિવસીય ઓરીએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ વિષયોના એક્સપર્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયુ હતું.
![ગણપત યુનિવર્સીટીમાં ત્રી-દિવસીય ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3927905-thumbnail-3x2-ganpat.jpg)
ગણપત યુનિવર્સીટીમાં ત્રી-દિવસીય ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
ગણપત યુનિવર્સીટીમાં ત્રી-દિવસીય ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજાયો
જેના પગલે નવીન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ પોતાના કેમ્પસથી માહિતગાર થઈ પોતાના અભ્યાસ કાળમાં ગણપત યુનિવર્સીટીમાં ફૂલની જેમ ખીલી ઉઠે તેવો અનોખો પ્રયાસ કરાયો છે. આ પ્રસંગે સુરતના ચીફ મેડિકલ ઓફિસર એસ વી એનઆટી અને યુનિવર્સીટીના સંચાલકોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી.