મહેસાણા : વિસનગર ખાતે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ઉત્તર ગુજરાતની તમામ મેડિકલ અને ડેન્ટિસ્ટ કોલેજોના 750 જેટલા વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે પોતાનામાં રહેલા કૌશલ્યને ઉજાગર કરવા માટે NG ફિયેસ્ટા 2020 સ્પોર્ટ્સ અને કલચરલ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે ઉતર ગુજરાતની તમામ મેડિકલ કોલેજોના ડિન અને સ્પર્ધકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 3 દિવસ માટે યોજાનાર આ કાર્યક્રમ થકી ક્રિકેટ, વોલીબોલ સહિતની વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ અને ઉમંગ સાથે તૈયારી કરી ભાગ લઈ સ્પર્ધામાં પોતે પોતાનું અને પોતાની કોલેજનું ગૌરવ વધારશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
વિસનગરમાં ત્રિદિવસીય NG FIESTA-2020 સ્પોર્ટ્સ અને કલ્ચરલ પ્રોગ્રામની શરૂઆત - Visnagar news
શિક્ષણમાં જ્ઞાન સાથે રમત-ગમત એ શ્રેષ્ઠ વ્યક્તિના ઘડતરમાં મહત્વનો પાયો છે, ત્યારે ઉત્તર ગુજરાતના મેડિકલ અને ડેન્ટિસ્ટ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે વિસનગર ખાતે આવેલી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પ્રથમવાર NG FIESTA-2020 સ્પોર્ટ્સ અને કલચરલ પ્રોગ્રામનું ત્રિદિવસીય આયોજન કરાયું છે.
મહેસાણા
ઉપરાંત આયોજકો મેડિકલ અને ડેન્ટલના ઉત્તર ગુજરાત ઝોનમાં એક ખાસ સંગઠન રચાય અને વિદ્યાર્થીઓ એકમેકમાં ભળી જ્ઞાન અને રમત-ગમત ક્ષેત્રે રુચિ વધારે તે માટેનો આ પ્રથમ પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી રહ્યા છે. તેમજ રમત ગમતથી મોટો કોઈ વ્યાયામ નથી. ત્યારે વિદ્યાર્થીઓ પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવી ચિંતા પણ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે
TAGGED:
NG FIESTA 2020