ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા અર્બુદા ભવનમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ, વિપક્ષે કર્યા ભાજપ સામે પ્રહાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે સોમવારે મહેસાણાના અર્બુદા ભવનમાં યોજાયેલી જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને ખેડૂત વિરોધી, જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરમુખત્યારશાહી ગણાવી હતી.

મહેસાણા
મહેસાણા

By

Published : Dec 15, 2020, 12:47 PM IST

  • મહેસાણામાં જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં પ્રદેશ પ્રમુખના ભાજપ સામે પ્રહાર
  • ખેડૂત વિરોધી કાયદા અને શાસનથી ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે : રાજીવ સાતવ
    મહેસાણા અર્બુદા ભવનમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ, વિપક્ષે કર્યા ભાજપ સામે પ્રહાર

મહેસાણા: કારોબારીમાં સંવાદ કરતાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, દેશ અને ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિ જોતાં ભાજપની બંને સરકારોના ખેડૂત વિરોધી કાયદા, કાનૂન અને શાસનથી ખેડૂતો બરબાદ થઇ રહ્યા છે. આખા દેશના ખેડૂતો કાળા કાયદાનો વિરોધ કરીને આંદોલન કરી અધિકારની લડાઇ લડી રહ્યા છે ત્યારે તેમની વાતને વાચા આપવાવાળું કોઇ નથી.

જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના ભાજપ સામે પ્રહાર
કોંગ્રેસના નેતાઓએ ભાજપ અને સરકાર પર કર્યા આકરા પ્રહારપ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, રાજ્ય અને કેન્દ્રમાં ચાલતી ભાજપની સરકાર સરમુખત્યારશાહી સરકાર છે. તમામ લોકોના બંધારણીય અધિકારોનું હનન થઇ રહ્યું છે. કોઇપણ વ્યક્તિ સરકાર સામે બોલી ન શકે, વિરોધ ન કરી શકે તેમજ પોતાની કોઇ વાત રજૂ કરી શકતા નથી. કોઇપણ રાજકીય પક્ષ હોય કે વ્યક્તિ, દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર છે, પરંતુ ભાજપના શાસનમાં આ છુટ કોઇને નથી. ભાજપનો ખેસ પહેરનારના તમામ ગુના માફ અને બીજાને ફસાવવા, ડરાવવા, ધમકાવવા સત્તાનો દુરુપયોગ કરાય છે, મહેસાણા ડેરીમાં પણ એવા જ પ્રયત્નો થઇ રહ્યા છે. પરંતુ કયાં સુધી તમે લોકોને ડરાવશો, ધમકાવશો. લોકો સાથે મળી રસ્તા પર ઉતરશે તો આવનારા સમયમાં સત્તા છોડવાનો વારો આવશે.
જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના ભાજપ સામે પ્રહાર

ABOUT THE AUTHOR

...view details