ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લામાં માઇક્રોસોફ્ટના સોફ્ટવેરથી ઓનલાઈન શિક્ષણ અપાશે - MAHESANA UPDATES

મહેસાણામાં શાળાની શરૂઆત થયાને હવે એક અઠવાડિયું વીતવા જઈ રહ્યું છે. ત્યાં હજુ સુધી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ પદ્ધતિનું યોગ્ય આયોજન કાર્યરત થયું નથી. હાલમાં શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે અને માઈક્રોસોફ્ટના સોફ્ટવેર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાનું આયોજન કરાયું છે.

મહેસાણા જિલ્લામાં માઇક્રોસોફ્ટના સોફ્ટવેરથી ઓનલાઈન શિક્ષણ અપાશે
મહેસાણા જિલ્લામાં માઇક્રોસોફ્ટના સોફ્ટવેરથી ઓનલાઈન શિક્ષણ અપાશે

By

Published : Jun 13, 2021, 2:11 PM IST

  • શાળાઓ શરૂ થઈ પરંતુ શિક્ષણ પદ્ધતિના ઠેકાણા નથી
  • મહેસાણા જિલ્લામાં ઓનલાઈન શિક્ષણ આપવા શિક્ષકોને તાલીમો અપાઈ
  • તાલીમ બાદ શિક્ષણ પદ્ધતિ માટે ગ્રૂપ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે

મહેસાણા: શાળાની શરૂઆત થયાને હવે એક અઠવાડિયું વીતવા જઈ રહ્યું છે. ત્યાં હજુ સુધી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ પદ્ધતિનું યોગ્ય આયોજન કાર્યરત થયું નથી. જિલ્લામાં આવેલી શાળાઓ અને શિક્ષણ પધ્ધતિ વિશે માહિતી મેળવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા તેઓ સતત મિટિંગોમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું છે.

મેસેજ દ્વારા માંગવામાં આવેલી માહિતીનો કોઈ યોગ્ય પ્રત્યુતર મળ્યો ન હતો

મેસેજ દ્વારા માંગવામાં આવેલી માહિતીનો કોઈ યોગ્ય પ્રત્યુતર મળ્યો ન હતો. જિલ્લાના શિક્ષક મિત્રો અને અન્ય તાલુકા શિક્ષણ અધિકારીઓનો સંપર્ક કરતા તેઓએ માહિતી આપતા હાલમાં શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે અને માઈક્રોસોફ્ટના સોફ્ટવેર દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવાનું આયોજન કરાયું છે. જોકે, હજુ સુધી કોઈ યોગ્ય આયોજન થકી શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું નથી તેવી વિગતો સામે આવી છે.

આ પણ વાંચો:

હાલમાં TV માધ્યમો અને યૂટ્યુબ લિંકો શેર કરી શિક્ષણ

શરૂઆતના તબક્કે વિદ્યાર્થીઓના રેકોર્ડ ભેગા કરવા ઓનલાઈન ભણવા દરેક વિદ્યાર્થીઓ પાસે માધ્યમો છે કે નહીં તે ચકાસી આગામી દિવસોમાં ઓનલાઈન શિક્ષણ અપવામાં આવશે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જ્યારે હાલમાં TV માધ્યમો અને યૂટ્યુબ લિંકો શેર કરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તો હાલમાં જિલ્લામાં પૂરતા શિક્ષકો આવી રહ્યા છે કે નહીં અને વિદ્યાર્થીઓની હાજરી કેટલી રહે છે તે માટે શિક્ષણ અધિકારી સંપર્કમાં ન આવતા તે વિશે કોઈ માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details