ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણાના ઐઠોર ગામે નીતિન પટેલે કરી 279 પ્લોટની ઓનલાઈન ફાળવણી - નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને લઇને ગુજરાત સરકારે વધુ એક નક્કર પગલુ ભર્યુ છે. નાના અને મધ્યમ ઉધ્યોગકારોને પ્રોત્સાહિત કરવા જી.આઈ.ડી.સી દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ઐઠોર ખાતે 47 હેકટર જમીનમાં ઔદ્યોગિક વસાહતની સ્થાપના કરવામાં આવી છે. નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલના હસ્તે આજે ડ્રો કરી અરજદારોને પ્લોટની ફાળવણી કરી હતી.

ો
મહેસાણાના ઐઠોર ગામે નીતિન પટેલેના 279 પ્લોટની ઓનલાઈન ફાળવણી

By

Published : Jul 7, 2020, 6:00 PM IST

ગાંધીનગર: ભારત સરકારની એજન્સી નેશનલ ઈન્ફોર્મેટીક સેન્ટર થકી તૈયાર કરાયેલા સોફ્ટવેર મારફતે સંપૂર્ણ પારદર્શિતા સાથે આ ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં MSME ઝોન અને જનરલ ઝોન એમ બે ઝોન મળી કુલ 279 પ્લોટની ફાળવણી કરાઇ હતી. જ્યારે ઓનલાઈન મંગાવવામાં આવેલી અરજીઓમાં પાત્રતા ધરાવતી1220 અરજીઓ કન્ફર્મ કરવામાં આવી હતી.

મહેસાણાના ઐઠોર ગામે નીતિન પટેલે 279 ઓનલાઈન પ્લોટની ફાળવણી કરી
સીએમ વિજય રૂપાણીએ કોવીડ-19 કોરોના વાઈરસની સ્થિતી બાદ રાજ્યમાં આર્થિક ગતિવિધિઓ, ઉધોગ, વેપાર-ધંધા, રોજગારના ક્ષેત્રો પુન: ધબકતા કરવા તથા કોવિડ 19ના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વવત કરવાની દિશામાં અનેકવિધ પગલા ભર્યા છે. ત્યારે તે જ દિશામાંઆ વધુ એક નક્કર કદમ સાબિત થશે.ઐઠોર વસાહતમાં ઔદ્યોગિક પ્લોટ મેળવવા માટે ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવ્યા હતાં. જેમાં પાત્રતા ધરાવતી 1220 અરજીઓ કન્ફર્મ કરવામાં આવી છે. જેમાં નિગમને મળેલી અરજીઓ પૈકી 3000 ચો.મી. સુધીની જમીન મેળવવા પાત્રતા ધરાવતી 1135 અરજીઓ પૈકી MSME ઝોનમાં ફાળવણી કરવા અંગે ડ્રો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.આ વસાહત માટે મળેલ અરજીઓ પૈકી MSME ઝોન માટેની અરજીઓનો ઓનલાઇન સોફટવેર દ્વારા ડ્રો યોજી ફાળવણી અંગેની સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details