મહેસાણાના શોભાસણ સીમમાં ONGC લાઇનમાંથી ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. જેમાં ખેતરમાં કામ કરતા બે ખેડૂતોમાંથી એક ખેડૂત લાઈટ ચાલુ કરવા જતાં ગેસ લીકેજના કારણે આગનો ભડકો થવા પામ્યો હતો. જેના પગલે બંને ખેડૂતો શરીરે ગંભીર પ્રકારે દાજી જતા ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મહેસાણાના શોભાસણ પાસે ONGCની ગેસ લાઈનમાં લીકેજ, 2 ખેડૂતો ઈજાગ્રસ્ત
મહેસાણા: શહેરમાં આવેલા શોભાસણ ગામની સીમની ખેતર પાસેથી ONGCની લાઈન પસાર થાય છે. ત્યારે આ લાઇનમાંથી જ્વલનશીલ ગેસ લીકેજ થતો હોવાની ઘટના સામે આવી છે. આ લાઈનમાં ગેસ લીકેજ થતો હોવાની ઘટના બાદ એકાએક આગનો ભડકો થતા નજીકમાં જ કામ કરી રહેલા બે ખેડૂતો સળગી ઉઠતા ઇજાગ્રસ્ત થયા છે.
ONGCની ગેસ લાઈનમાં પડ્યું ભંગાણ
જો કે, ONGCની લાઇનમાંથી ગેસ લીકેજ અને આગના ભડકા મામલે કોઈ ચોક્કસ કારણો સામે આવ્યા નથી. પરંતુ ખેતરમાં અગાઉ પણ ગેસ લાઈનમાં લીકેજના કારણે પાકને નૂકસાન થવાની ઘટના સામે આવી હતી. ત્યારે વધુ એક ઘટનામાં બે ખેડૂત ઇજા પામ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે તપાસ થાય અને વધુ કોઈ એવી ઘટના બનતા અટકે તે આવશ્યક બની ગયું છે.